ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયા

જામનગર, અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ ઇસમોને એલસીબી ની ટુકડી એ વોચ ગોઠવી પકડી પાડયા છે. જેઓની પૂછપરછ માં…

જામનગર, અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ ઇસમોને એલસીબી ની ટુકડી એ વોચ ગોઠવી પકડી પાડયા છે. જેઓની પૂછપરછ માં પાંચ જેટલી લૂંટ અને ધરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

જામનગર જિલ્લાના પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લામાં લૂંટ,ધરફોડ ચોરી,મંદિરચોરીના જેવા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તેમજ અનડીટેકટ ગૂના શોધી કાઢવા તમામ પોલીસ વિભાગને સૂચના આપી હતી.

જેથી,એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા સ્ટાફના માણસો ધ્વારા લૂંટ/ચોરી ના અનડીટેકટ ગૂના શોઘી કાઢવા અંગે,જરૂૂરી વર્ક આઉટ કરી,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરાયો હતો.

દરમિયાન જામનગરના રણજીતસાગર રોડપર જે જે.જે.જશોદા સોસાયટીમાંથી થોડા સમય પહેલા કેટલાક મકાનોમાં ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે.

દરમ્યાન એલ.સી.બી.ની ટીમેજામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન રહેણાક મકાનને ટારગેટ કરી લૂંટ ચોરીને અંજામ આપનારા ઇસમો જામનગર લાલપુર ચોકડી થી ઠેબા ચોકડી તરફ ”મોરકંડા પાટીયા પાસે” લૂંટ ચોરીના દાગીના મુદામાલ સગેવગે કરવાની પેરવી કરી રહેલાં બીલાલ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસિંગ દરીયાસીંગ ગણાવા ઉવ.29, લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર (અલાવા) (ઉવ.25) , માનું ઉર્ફે નાનકો કુંવરસિંગ નજરૂૂ મેડા ઉવ.20 ની અટકાયત કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી ચોરી અને લુંટના માધ્યમથી મેળવેલા રૂૂપિયા 3.85 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

તેઓએ જશોદાનગરમાં ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જ્યારે તેની સાથે જોડાયેલા સાલમભાઇ પરમસીંગ ઉર્ફે પારૂૂભાઇ ગણાવા રહે.ફૂડ તાલાબ બોરી જોબટ જીલ્લો- અલીરાજપુર (મધ્યપ્રદેશ) ને ફરારી જાહેર કર્યો છે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *