આકાશદીપ સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આકાશદીપ સોસાયટીમાં રહેતી નિશાબેન નિકુંજભાઈ ચાવડા નામની 33 વર્ષની પરિણીતા 40 ફુટ રોડ પર પોતાના ભાડાના મકાનમાં હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મવડી વિસ્તારમાં આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં અશોકભાઈ લાલજીભાઈ પાડલીયા (ઉ.55) ત્રણ દિવસ પૂર્વે અકસ્માતે બાથરૂમમાં ગબડી પડયા હતાં. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસહાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *