રાજુલા નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

વડોદરાના પાદરાના ત્રણ મિત્રો સૌરાષ્ટ્ર ફરવા આવ્યા હતા : દીવથી વતન પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા…

વડોદરાના પાદરાના ત્રણ મિત્રો સૌરાષ્ટ્ર ફરવા આવ્યા હતા : દીવથી વતન પરત ફરતા અકસ્માત સર્જાયો હતો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં રાજુલા-જાફરાબાદ રૂૂટની એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં વડોદરા જિલ્લાના પાદરાના કોલેજ ફ્રેન્ડ અને વેપારીઓના દીકરાઓ એવા 3 વ્યક્તિનાં મોત થયાં છે. મારુતિ સ્વિફ્ટ રોંગ સાઈડમાં ઉછળીને એસટી બસને ટકરાઈ હતી અને કારે બાઇકને અડફેટે લીધી હતી. કારમાં પાદરાના જ્વેલર્સની બિઝનેસ મેન ના દીકરાઓ સૌરાષ્ટ્ર ફરવા આવ્યા હતા. આ ધટના મૃતકના સ્વજનોનો પોલીસે સંપર્ક કરી જાણકારી આપી બોલાવ્યાં હતાં.

કારમાં સવાર ત્રણેય યુવકોના મોત થયા છે પોલીસે મૃતકના મોબાઈલમાંથી ઓળખ મેળવી પરિવારજનોનો કોન્ટેક કર્યા હતો.ત્રણેય યુવાનો પાદરા નવાપુર હનુમાન ફળિયું, પુનિત ચોકના રહેવાસી હતા. તેઓ વેપારીઓના પુત્રો હતા અને પાદરામાં સોનીની અલગ-અલગ દુકાનોમાં બેસતા હતા. સાથે જ તેઓ કોલેજના વિદ્યાર્થી હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા. આ ધટના થી પરિવારો પર આઘાતનો પહાડ તૂટી પડ્યો છે.

સ્વિફ્ટમાં સવાર ત્રણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યું આ યુવાનો 12 મેના રોજ ત્રણેય યુવાનો દ્વારકા દર્શન માટે ગયા હતા. 13 મેના રોજ તેઓ સોમનાથ દર્શન કરી દીવ પહોંચ્યા હતા અને ત્યાં રોકાયા હતા.,14 મેના રોજ, દીવથી પરત પાદરા ઘરે જતાં સમયે રાજુલા વિસ્તારમાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય મિત્રાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં દેવભાઈ મિતેશભાઈ સોની જયભાઈ પટેલ સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર (રહે તમામ પાદરા જી. વડોદરા)નું ધટના સ્થળે મોત નીપજેલ છે આ અકસ્માતની ધટનામાં રાજુલા પોલીસ તેમજ એસ ટી ના ડેપો મેનેજર સહિત ના સ્ટાફ ધટના સ્થળે દોડી ગયેલ ચોકડી સુધી વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે ચર્ચાથી વિગત મુજબ આ વિસ્તારના વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોવાથી આવી ઘટનાઓ બની રહી છે બે દિવસ અગાઉ એસટી બસ સ્ટેન્ડ પાસે પણ આવી જ અકસ્માતની બે ઘટનાઓ બનવા પામેલી જેમાં એક યુવાનનું મોત નેપેલું ત્યારે એસટી બસ સ્ટેન્ડ પાસે તેમજ હિંડોરણા પોલીસ ચોકી વહેલી તકે શરૂૂ થાય તેવું શહેરીજનો રહ્યા છે રાજુલા શહેરમાં હાલ વેકેશન હોવાથી નાના બાળકો સીટી માં મનફાવે તેમ ચલાવતા હોય ત્યારે આવા બાળકો ને પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *