હળવદમાં રોડની સાઈડમાં ઉભેલા ત્રણ મિત્રોને ટ્રાવેલ્સે અડફેટે લીધા: એકનું મોત

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે…


હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, તેમાં ત્રણ પૈકીના એક યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે હોંચી હતી.


મળતી માહિતી પ્રમાણે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે રોડ ઉપરથી પશુઓ રોડ ક્રોસ કરતા હતા. બાઇક લઈને જઈ રહેલા ત્રણ યુવાનો રોડની સાઇડમાં ઉભા રહ્યાં હતા. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ખાનગી બસ (નંબર અછ 1 ઝ 2365)ના ચાલકે આ ત્રણેય યુવાનોને હડફેટે લેતા યુવાનોને ગંભીર ઇજા થઈ હતી.


ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામે પક્ષે સ્થળ પર રોષે ભરાયેલા લોકો દ્વારા ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. હળવદ પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (18), અનિલ વિહાભાઈ લોદરિયા (18) અને રવિરાજસિંહ ગેલાભાઈ લીબોલા રહે. ત્રણેય સુખપર વાળાઓને ઇજા થયેલ હતી. સારવાર દરમ્યાન નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (18) નામના યુવાનનું મોત નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *