રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુના

શિયાળબેટ ગામમાં રિક્ષા ભાડુ માગતા ઉપાડો લીધો, 14 લુખ્ખાઓની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવતી પોલીસ જાફરાબાદના શિયાળબેટની મારામારીમાં રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની…

શિયાળબેટ ગામમાં રિક્ષા ભાડુ માગતા ઉપાડો લીધો, 14 લુખ્ખાઓની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવતી પોલીસ

જાફરાબાદના શિયાળબેટની મારામારીમાં રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશના આરોપીઓનું આજે પોલીસે ડિસ્કવરી પંચનામું કર્યું હતું. પોલીસે 14 આરોપીની ધરપકડ કરી હતી અને રિમાન્ડની મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

રાજુલા હોસ્પિટલમાં ગઈકાલે અજાણીયા ઈસમોએ મારા મારી કરી રીતસર આતંક મચાવ્યો હતો અને સારવાર લઈ રહેલા લોકો અને વકીલ હોસ્પિટલ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં મોડી રાતે ગુન્હો નોંધાયો છે.

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સાગર લાખા શિયાળએ હમીર નગા શિયાળ, સુકર શિવા, શિવા નગા શિયાળ, હરેશ હમીર શિયાળ સામે રીક્ષા ભાડા મુદ્દે માર માર્યાની ફરિયાદ કરી હતી. જ્યારે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાય હતી. અહીં અજય લાખા શિયાળના ભાઈ સાગર સાથે રીક્ષાના ભાડા બાબતે તેમના માણસોએ ઝગડો કર્યો હતો.

અજય શિયાળ જાફરાબાદથી શિયાળબેટ ગામે ઘરે જતા હતા. ત્યારે પીપાવાવ પોર્ટની જેટીએ પોહચતા તેના પર શિવા નગા શિયાળ, હમીર નગા શિયાળ, હરેશ હમીર, હિંમત કેસર શિયાળ, બળવંત નાનજી શિયાળ, વિઠલ શિયાળ, જિગર હમીર શિયાળ, કેલાશ નાનજી શિયાળ,ગોપાલ સરમણ, કરસન કેસર શિયાળ, દિનેશ કેસર, સુરેશ હમીર, સંતોષ સરમણ, લાલજી સરમણ, ધર્મેશ જયંતિ બારૈયા સહિત 15 લોકો હુમલો કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાય છે.

આ ઉપરાંત રાજુલા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. વકીલ અરવિંદભાઈ ભીમજીભાઈ ખુમાણે હરેશ હમીર શિયાળ, પ્રવીણ હમીર શિયાળ, કેલાશ નાનજી શિયાળ, ધર્મેશ જેન્તી બારૈયા, બળવંત નાનજી શિયાળ, લાલજી સરમણભાઈ, હેમંત કેસર શિયાળ, દિનેશ કેસર શિયાળ, સંતોષ સરમણ શિયાળ, કરશન કેસર શિયાળ, જિગર હમીર શિયાળ 11 લોકો નામ જોગ અને 5 અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિશ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે રાજુલા પોલીસ સ્ટેશન પોંહચીયા હતા. તમામ આરોપી અંગે માહિતી મેળવી હતી. એએસપી વલય વૈધ દ્વારા ટીમો બનાવવામાં આવી અને 14 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે તેનું ડિસ્કવરી પંચનામું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *