રેન્જ આઇજીની ટીમના ગોંડલ અને શાપર વેરાવળમાં દરોડા, ત્રણ વાહનો મળી રૂા.1.69 કરોડનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રેંજ આઈજીની ટીમે બે દરોડા પાડી ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ સુર્યદિપ વેરહાઉસ ના ગ્રાઉન્ડ અને શાપર વેરાવળ માંથી ગેરકાયદેસર બાયોડિઝલનો મોટો જથ્થો પકડી પાડી ત્રણની ધરપકડ કરી રૂ.1.69 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પેટ્રોલ ડિઝલની થયેલ અછતને અનુશંધાને કોઇ સંગ્રહખોરી ન કરે તેમજ તેજી અસર અનુશંધાને ગેરકાયદેસરની પ્રવૃતિ ના આચરે તથા ભેળ-સેળ કરવાની પ્રવૃતિ આચરતા ઇસમોને શોધી કાઢિ તેઓની વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જની ટીમના પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા ટીમના કુલદીપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, અતુલભાઇ ડાભી, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેરભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, દિલીપસિહ સીંધવ તથા ફતેસંગ પરમારને મળેલ ચોકકસ હિકકત આધારે ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ સુર્યદિપ વેરહાઉસ ના ગ્રાઉન્ડ માં દરોડો પાડી રાજસ્થાન અમરગઢ ના પ્રુથ્વીસિહ શ્રવણસિહ રાવતને ટાટા ટેન્કર વાહન નં- GJ-12-BY-1139 વાળા માં જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે 35,000 લીટર તેમજ ઉતરપ્રદેશના ડ્રાઈવર સંતોષકુમાર ગયાપ્રસાદ યાદવને અશોક લેલન ટેન્કર નં- GJ-35-T-3423 વાળા માંથી જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે 10,000 લીટરના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં શાપર વેરાવળના ખુલ્લા પટ માંથી (3) કચ્છના વરણુ ગામના ખોડાભાઇ બાબુભાઇ વકાતરને ટાટા ટેન્કર વાહન નં- GJ-12-BZ-1188 વાળા માંથી શંકાસ્પદ પ્રવાહી આશરે 34,000 લીટરના જથ્થા સાથે મળી આવતા ઉપરોકત ત્રણે ડ્રાઇવરો ને ત્રણ ટ્રક તથા તેમજ એક ટેન્કર નં- GJ-03-BW-0046 માંથી જવલનશીલ પેટ્રોલીયમ 75000 લીટર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.1,69,80,000ના મુદ્દામાલ સીઝ કરી ગોંડલ સીટી બી ડિવીવિઝન અને તથા શાપર (વે.) પોલીસ મથકમાં જાણવા જોગ ગુનો દાખલ કરી શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલો લેવડાવી એફ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
