રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા રાજકોટ શહેરી વિકાસ વિસ્તાર માટે ત્રીજો રિવાઇઝડ ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યોજના વધુ વ્યાપક, સર્વસમાવેશક અને ભવિષ્યલક્ષી બને તે હેતુસર વિવિધ હિતધારકો પાસેથી સૂચનો, અભિપ્રાયો અને પ્રતિભાવો મેળવવા માટે સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેનેએ આજે સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન ફોર્મનું વિધિવત્રીતે lauching કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિકાસ યોજનાના ઘડતરમાં નાગરિકો, વ્યાવસાયિક સંસ્થાઓ, ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તથા અન્ય તમામ હિતધારકોની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે.
સ્ટેકહોલ્ડર્સ તેમના સૂચનો અને અભિપ્રાયો ઓનલાઈન ફોર્મ મારફતે આપી શકે તે માટે આ ફોર્મ RUDAની સત્તાવાર વેબસાઈટ (https://www.rajkotuda.com)પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વિકાસ યોજના સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે મળતા સૂચનો અને પ્રતિસાદનો અભ્યાસ કરી તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનાના ઘડતરમાં યોગ્ય વિચારણા કરવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તમામ નાગરિકો, સંસ્થાઓ અને હિતધારકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વિકાસ યોજના અંગેના પોતાના સૂચનો અને અભિપ્રાયો નિયત ફોર્મમાં નોંધાવી આ મહત્વપૂર્ણ આયોજન પ્રક્રિયામાં સહભાગી બને અને રાજકોટના સુઆયોજિત, ટકાઉ અને સર્વાંગી વિકાસમાં યોગદાન આપે. વધુ માહિતી તથા સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન ફોર્મ માટે RUDAની સત્તાવાર વેબસાઈટ (https://www.rajkotuda.com)ની મુલાકાત લેવા વિનંતી. ફોર્મ ભરવા માટેની લિન્ક પણ આ સાથે સામેલ છે: https://forms.gle/GjRiosS8iiCrk5aW8
