ધ્રાંગધ્રા ગ્રામ્ય પંથકમાં તાલુકા પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ ભોજીયાને ખાનગી રાહે બાતમી મળેલી કે કલ્પના ચોકડીથી સુરેન્દ્રનગર જવાના રોડ ઉપર ધોળીધાર રેલ્વે ફાટકની બાજુમાં ખુલ્લી ખરાબાવાળી જગ્યામાં ધ્રાંગધ્રાના ધોળીધારમાં રહેતા વીરમભાઇ બળદેવભાઇ મુંધવા ડ્રાઈવરો સાથે સાંઠગાઠ રાખી અથવા લોખંડના સળિયા મોકલનાર કે મંગાવનાર ટ્રાન્સપોર્ટ કે માલિકની જાણ બહાર ગેરકાયદે લોખંડના સળિયાનું કટિંગ કરી ચોરી કરે છે. અને સરકારી ખરાબામાં અવાવરું જગ્યામાં ઉતારતા અને પ્રવૃતિ ચાલુ છે.
આ બાતમી આધારે રેડ કરતા ધ્રાંગધ્રાના વિરમભાઇ ઉર્ફે શૈલેષભાઇ બળદેવભાઇ મુંધવા, સંગતપુરા તરણતારણ પંજાબના મુખતારસિંગ પોલોસીંગ શૈખ, હીંમતપુર તાલુકા ધનુઆ, જિલ્લા હોશીયારપુર પંજાબના હરપ્રીતસીંગ ગુલઝારસીંગ જાટને એક સફેદ કલરના ટ્રેલર સાથે દબોચી લીધા હતા.
આ બનાવમાં લોખંડના સળીયાનું કટિંગ કરી ચોરી કરી લઈ લોખંડના સળિયાઓ જેમાં 8 એમએમ, 10 એમએમ, 12 એમએમ, 16 એમએમ, 20 એમએમ, 25 એમએમ, 32 એમએમ સળીયાઓની અંદાજે રૂૂ. 18,47,994ની કિંમતની કુલ 262 નંગ ભારી તેમજ રૂૂ. 30 લાખના ટ્રેલર સહિત કુલ રૂૂ. 48,47,994નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કામગીરી પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.ડી.પુરોહીત, ઇન્ચાર્જ પીઆઈ એન.એસ. ચુડાસમાના માર્ગદર્શનથી પી.પી. ખુંટી, એસ.એ. ખાંભલા, ડી.જે. ઝાલા, નરેશભાઇ ભોજીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
