હોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડ

શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ…

શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ સામે ગુનો નોંધાયા બાદ ત્રણની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ’એસીપી ’ નામની હોસ્પિટલનું આ બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી રૂૂ.3.50 લાખની ખંડણી માંગી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ભારત હેડલાઇન’ અને ’રાજકોટ લાઈવ ન્યુઝ’ના સંચાલકો વિરુદ્ધ વિજયભાઈ પાડલીયાએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેમની નવી બનેલી હોસ્પિટલના બાંધકામને ગેરકાયદેસર ઠેરવી, ખોટા સમાચારો પ્રસારિત કર્યા હતા. આ બદનામી અટકાવવા માટે આરોપીઓએ અલગ-અલગ સમયે કુલ 3,50,000 રૂૂપિયાની ખંડણી માંગી હતી અને પૈસા ન આપવા બદલ આત્મહત્યા કરવા મજબૂર કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિજયભાઈએ યુનિવર્સિટી રોડ પર જલારામ-2 વિસ્તારમાં પોતાની દીકરી માટે ’એસીપી’ નામની હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. આ બાંધકામ અંગે ’ભારત હેડલાઇન’ના અમિત ઠક્કરે ઓક્ટોબર 2025થી સોશિયલ મીડિયામાં નકારાત્મક લેખો છાપવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ ’રાજકોટ લાઈવ ન્યુઝ’ના ભાર્ગવ આચાર્યએ પણ આ વિવાદમાં ઝંપલાવી ફરિયાદીને “કેબલ ચોર” જેવા અપશબ્દો સાથે સંબોધિત કરી શ્રેણીબદ્ધ ખોટા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા.

ફરિયાદીએ જણાવ્યું કે આ સમાચારોને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમને પરિચિતો સામે વારંવાર ખુલાસા કરવાની ફરજ પડી હતી. આરોપીઓએ માત્ર સમાચારો છાપીને સંતોષ ન માનતા, ઉઘાડી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ છે કે, યોગીરાજસિંહ રાઠોડ નામના શખ્સે ફોન કરી અમિત ઠક્કર વતી 3,00,000 રૂૂપિયામાં “સેટિંગ” કરી આપવાની ઓફર કરી હતી. બીજી તરફ, ભાર્ગવ આચાર્યએ પોતાના માણસો મોકલી 50,000 રૂૂપિયાની માંગણી કરી હતી.

ક્રાઈમ બ્રાંચે આ મામલે કથિત પત્રકાર અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ સામે પુરાવા એકત્ર કરી ત્રણેયની ધરપકડ કરી છે. આ મામલે ’ભારત હેડલાઇન’ અને ’રાજકોટ લાઈવ ન્યુઝ’ના લાયસન્સ રદ કરવા પણ રીપોર્ટ કરવમાં આવશે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ આર.કે.ગોહિલ, એ.એસ.આઈ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા , સુભાષભાઇ ધોધારી, તુલશીભાઇ ચુડાસમા, મુકેશભાઈ સબાડ, સંજયભાઇ ખાખરીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *