અયોધ્યા ચોક પાસે સિધ્ધિ વિનાયક પાર્કમાં છોકરાઓ બાબતે વૃધ્ધને મારી નાખવાની ધમકી

150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક સિદ્ધિ વિનાયક પાર્ક બ્લોક નમ્બર 28માં રહેતા અને નિવૃત જીવન જીવતા પ્રવિણભાઇ જયંતીભાઇ નાગ્રેચા (લોહાણા)(ઉ.વ.61)ને સોસાયટીમાં છોકરાઓ ક્રિકેટ રમતા…

150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક સિદ્ધિ વિનાયક પાર્ક બ્લોક નમ્બર 28માં રહેતા અને નિવૃત જીવન જીવતા પ્રવિણભાઇ જયંતીભાઇ નાગ્રેચા (લોહાણા)(ઉ.વ.61)ને સોસાયટીમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય તેમને રમવાની ના પાડતા તેમના વાલીઓ અમરજીત કમલભાઈ માન,તેમના પત્ની અને સિદ્ધાર્થ મનોજ રાણાએ બેફામ ગાળો આપી ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.

પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.05/10ના રોજ સાંજના હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા ઘર પાસે પાડોશીના બાળકો ક્રિકેટ રમતા હોય જેના દડા કમ્પાઉન્ડમાં આવતાં હોય અને મારા ઘરમાં નુકશાન કરતાં હોય જે બાબતે અગાઉ પણ આ બાળકોના માતા પિતાને સમજાવેલ કે તમારા બાળકોને કહો મારા ઘર પાસે ક્રિકેટ ન રમે અને આ દિવસે પણ આવુ જ બનેલ હોય જેથી મેં ઘરની બહાર નીકળી જોતાં અને આ છોકરાવના વાલીઓને કહેવા ગયેલ તો અમરજીત કમલભાઇ માન તેની પાસે ક્રિકેટ રમવાનુ બેટ હોય તે લઇને મને મારવા દોડેલ અને ત્યારે તેની સાથે મારા ઘરની સામે રહેતા સિધ્ધાર્થ મનોજભાઇ રાણા પણ મને બેટ લઈને મારવા દોડેલ હતાં.

આ બંને બેફામ મને ગાળો બોલી કહેવા લાગેલા કે અમારા છોકરાઓને ક્રિકેટ કેમ રમવા નથી દેતા તમારે અહીં રહેવુ હોય તો છોકરાવને રમવા દેવા જોઇશે અને જો રમવા ન હીં દીયો તો અહીં સોસાયટીમાં રહેવા નહીં દઇએ આ દરમ્યાન અમરજીતના પત્નિ પણ આવી ગયેલા અને તે પણ ગાળો દેવા લાગેલ અને આ લોકો મને કહેલ કે હવે તું બહાર નીકળીશ તો તને જીવતો નહીં રહેવા દઈ તને જા નથી મારી નાખીશ તેમ ધમકી આપેલ જેથી હું ઘબરાઇ જતા પોલીસ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *