મોટા મવામાં રહેતાં યુવકને પરીવાર સમેત મારી નાંખી બહેનનું અપહરણ કરવાની ધમકી આપતાં જામનગર રહેતાં સસરા સહિતની ટોળકી સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ બનાવ અંગે કાલાવડ રોડ પર મોટા મવામાં આવેલ રઘુવીર પાર્કમાં રહેતાં આશિષભાઈ અલ્પાબેન વૈષ્ણવ (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિતેશભાઈ કિશોરભાઈ ભટ્ટ (રહે.જામનગર) સહિતના શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પત્ની અંકીતા, ભાઈ સુનિલ, બહેન હેતલ તથા મમ્મી અલ્પાબેન સાથે રહે છે. તેમની માતાના પિતા સાથે આશરે 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયેલ છે, ફરીયાદી માધાપર ચોકડી પર આવેલ બ્લુડાર્ટ કુરીયરમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે.
યુવાન અને અંકીતા છેલ્લા પાંચ વર્ષથી રીલેશનશીપમા હોય જેથી ગઈ તા.15ના કાલાવડના નાગપુર ગ્રામ પંચાયત ખાતે રજીસ્ટર મેરેજ કરેલ છે અને સાતેક દિવસ બંને સાપુતારા ખાતે જતા રહ્યા હતા. ગઇ તા. 21થી બંને અહીં પરીવાર સાથે રાજકોટ રહે છે.ગઈ તા.20 ના તે અંકીતાના ઘરે જામનગર તેના પિતા મિતેશભાઈ ભટ્ટને મળવા ગયેલ અને બંનેના પ્રેમ-સંબંધ વિશે વાત કરેલ હતી. તેમને બંનેના લગ્ન માટે સમજાવેલ હતા. તો તેણે ગાળાગાળી કરેલ જેથી ત્યાંથી પરત આવતો રહેલ હતો. બાદ મિતેશ ભટ્ટના અવાર-નવાર ફોન આવતા હતા.જેમાં બહેન હેતલને ઘરેથી ઉપાડી લઈને અપહરણ કરવાની ઘમકી આપ્યા કરતા અને અંકીતાનો ફોન પણ લઇ લીધેલ હતો. બાદમાં અંકીતાએ યુવાનનો સંપર્ક કરેલ અને તેને લઇ જઈને લગ્ન કરવાનુ જણાવેલ હતુ, જેથી તેને જામનગરથી સાથે લઇ આવેલ અને નાગપુર ગામ ખાતે 2જીસ્ટર મેરેજ કરી સાપુતારા જતા રહેલ હતા. બાદમાં યુવાને તેના મમ્મીને ફોન કરતા તેમણે જણાવેલ કે, તારા સસરા મિતેશભાઈ ઘરે આવી જાનથી મારી નાખવાની ઘમકી આપે છે, તમે બંને પરત રાજકોટ આવી જાવ.
જેથી તેઓ બંને રાજકોટ પરત આવી ગયેલ બાદ ગઈ તા.22ના મિતેશને જાણ થયેલ કે, હુ અને અંકીતા બંને ઘરે પરત આવી ગયેલ છે, જેથી તેમણે મમ્મીના અને ભાઈ સુનિલના ફોનમા અવાર-નવાર ફોન કરી અંકીતાને પરત જામનગર મોકલી દે, નહીતર પરીવારને જાનથી મારી નાખવાની અને મારી બહેનનુ અપહરણ કરી લેવાની ઘમકી આપેલ હતી. ગઇ તા.24ના મિતેશ ભટ્ટ તેની સાથે સાગર માડમ, લાલભાઈ આહીર, રામભાઈ અને તેમના અન્ય ઓળખીતા લોકોને લઈ અંકીતાને મનાવવા માટે રાજકોટ ઘરે આવેલ હતા. બાદ અંકીતાએ તેની સાથે પરત જવાની ના પાડતા આ મિતેશ ભટ્ટ અલગ-અલગ નંબરથી ફોન કરીને યુવાનને પરીવારને જાનથી મારી નાખવાની ઘમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી હતી.
