અમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ

મેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઇને પણ ટાર્ગેટ કરવાની ધમકી, તપાસના અંતે કંઇ ન મળ્યું અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની…

મેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઇને પણ ટાર્ગેટ કરવાની ધમકી, તપાસના અંતે કંઇ ન મળ્યું

અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને ઉઅટ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 18 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂૂ કરાઈ છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે.

અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે જો કે તમામ શાળાઓમા તપાસ બાદ કંઇપણ સંદિગ્ધ વસ્તુઓ મળી ન હતી.

ધમકીભર્યા મેઈલ મળતા જ શાળાઓમાં સ્વૈચ્છિક રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગભરાયેલા વાલીઓ તાત્કાલિક પોતાની રીતે બાળકોને લેવા માટે શાળાએ પહોંચી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ, લોકલ પોલીસ, અને BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ની ટીમો દરેક શાળામાં પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરી રહી છે. સાયબર ક્રાઈમની ટીમ મેઈલના IP એડ્રેસ ટ્રેસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ મોટું ષડયંત્ર અથવા અફવા હોવાની પણ શક્યતા છે, પરંતુ પોલીસ કોઈ જ જોખમ લેવા માંગતી નથી.

આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો
મહાત્મા ગાંધી સ્કૂલ, મીઠાખળી
જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ, સોલા
સત્વ વિકાસ સ્કૂલ, સિંધુભવન
પ્રકાશ સ્કૂલ, બોડકદેવ
માઉન્ટ કાર્મેલ સ્કૂલ, આશ્રમ રોડ
મહારાજા અગ્રસેન, ગુરુકુળ રોડ
ઝાયડ્સ સ્કૂલ, વેજલપુર
DAV ઈન્ટરનેશલ સ્કૂલ, મકરબા
ઉદગમ સ્કૂલ, થલતેજ
ઝેબર સ્કૂલ, થલતેજ
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
DPS બોપલ
તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ
GIIS સ્કૂલ, ચાંદખેડા
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
આવિષ્કાર સ્કૂલ, કલોલ
ઝાયડ્સ સ્કૂલ, ગોધાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *