થોરાળા પોલીસે હુમલાખોર શખ્સની જનેતાને ઢોર માર માર્યાનો આક્ષેપ

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરણીતાના પુત્રએ પોલીસ ઉપર હુમલોકરી ફરાર થયો હતો. જે અંગે થોરાળા પોલીસે નાશી છુટેલા શખ્સની માતાને પોલીસ મથક ખાતે બોલાવી…

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરણીતાના પુત્રએ પોલીસ ઉપર હુમલોકરી ફરાર થયો હતો. જે અંગે થોરાળા પોલીસે નાશી છુટેલા શખ્સની માતાને પોલીસ મથક ખાતે બોલાવી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે.

આ બનાવ અંગે પલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતી પારુલબેન કિશોરભાઈ સોંદરવા નામની 45 વર્ષની પરણીતા સવારના 10:30 વાગ્યાના અરસામાં થોરાળા પોલીસ સ્ટેશન ખાતે હતી ત્યારે પી.આઈ. સહિતના સ્ટાફે માર મર્યો હોવાનું આક્ષેપ સાથે પરણીતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં પારૂલબેનના કેવલ સોંદરવાએ પોલીસ પર હુમલો કર્યો હતો અને બાદમાં તે નાશી છૂટ્યો હતો. હુમલાખોર શખ્સની માતાને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે ચકચાર મચી જવા પામી છે.

અન્ય બનાવમાં ભગવતી પરામાં જબ્બર મુસ્તાકભાઈ ટાંક ઉ.વ. 26 પોતાનુંબાઈક લઈને બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક કારને અડી જતાં સદામ દલવાણી, અસ્લમ દોણકિયા અને સદામનામના શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *