નાણાવટી ચોક પાસે બનાવ, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક પાસે રહેતા રોહનભાઈ મુળજીભાઈ ઝાલા(ઉ.વ.40)ને અલ્તાફ,તેની સાથેનો અજાણ્યા યુવક અને યુવતી સહિત ત્રણ શખ્સોએ ધમકી આપી અને બાદમાં આ અમારો ઇલકો છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રોહનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ફ્લોરેક્ષ ગ્રીન પ્રા.લીમીટેડ ભોજપરા ગામ ગોંડલ પાસે આવેલ છે જેમા હુ એરીયા સેલ્સ મેનેજર તરીકે પ્રા.નોકરી કરૂૂ છુ.ગઈ તા.27 ના રોજ રાત્રીના હુ મારી નોકરી પુરી કરીને મારા ઘરે જતો હતો ત્યારે હુ રીક્ષામા નાણાવટી ચોક પાસે ઉતરેલો અને મારા ઘર તરફ જતો હતો ત્યારે હુ રાબેતા મુજબ નાણાવટી ચોકથી અંદર આવાસ યોજનાના ક્વાટર પાસે આવેલી ખોડીયાર ચાની દુકાને પાણી પીવા ઉભો રહેલો અને હુ પાણી પીતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસે મને ચાવીનો જુડો મારા પીઠના ભાગે ફેકેલો હતો અને ઓંચીતો મારા પર ચાવીને ઝુડો આવી જતા હુ હેબતાઈ ગયેલો હતો. અને પાછળ ફરીને જોયુ તો ત્યા ત્રણેક વ્યકિત ઉભેલા હતા જેમા બે છોકરા તથા એક છોકરી ઉભેલી હતી.
તેમાથી એક છોકરાએ મને કહેલ કે આ અમારો ઈલાકો છે શુ કતરાઈને સામે જોવે છે? આ એરીયામાથી નીકળવુ હોય તો શાંતિથી રહેવુ પડશે.કાંઈ ઉચા નીચે થયો તો ઘોદા મારી દઈશ અને જાનથી મારી નાખીશ.તેમ કરીને તે મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલો અને તેની સાથેના અન્ય અજાણ્યો એક છોકરો તથા છોકરી પણ મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલા હતા અને ગાળો આપવા લાગેલા હતા.બાદમા આ લોકોએ મને કહેલ કે તારે ઝગડો કરવો હોય તો આવી જાજે અને અમારી સાથે આ છોકરી છે તેના નામથી તને ખોટા કેસમા સંડોવી દઈશુ.અમારૂૂ કોઈ કાંઈ નહી બગાડી શકે તેમ બોલાચાલી કરીને, મને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકો ત્યાથી જતા રહેલા હતા.
