થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયાર

હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર…

હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ

ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર પ્લેટ વગરના 40 સહિત 70 વાહનો ડિટેઈન

થર્ટી ફસ્ટ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ખાસ કરીને જીલ્લાના હાઈવે ઉપરની ચેકપોસ્ટ ઉપર પોલીસે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન દારૂૂ પી વાહન ચલાવી નીકળેલા 14 ઝડપાયા હતા જયારે બ્લેક ફિલ્મ લગાવેલ 210 કાર ચાલકો તેમજ નંબર પ્લેટ વિનાના 70 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી જીલ્લામાં સાંજે 5 થી મોડી રાત સુધી ચેકિંગ દરમિયાન પોલીસે 300 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસે જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ પણ હાથ ધર્યું હતું.

રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી 31 ડિસેમ્બરને લઈને સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ એક્સન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર સાંજે 5 વાગ્યા થી મોડી રાત સુધી કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું. યાત્રાધામ વીરપુર પોલીસે હાઇવે પર તેમજ પીઠડીયા ટોલ પ્લાઝાએ રાત્રીના સમયે દારૂૂને લઈને પણ કડક ચેકીંગ હાથ ધર્યું હતું, યાત્રાધામ વીરપુરના પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકીંગ શરૂૂ કર્યુ હતું જેમાં હાઇવે પરથી જીલ્લામાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકીંગ કરી અને બહારથી આવતા લોકોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકીંગ કરવામાં આવ્યુ હતું કે કોઈ દારૂૂ પીને વાહન ચલાવતા 14 લોકો પોલીસ ઝપટે ચડી ગયા હતા. તેમજ કળા કાચ લગાવી ફરતા 210 સામે નંબર પ્લેટ વિનાના 40 વાહન ચાલકો સામે કાયર્વાહી કરી 70 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા. જીલ્લાના હાઇવે ઉપર ધનીષ્ટ ચેકિંગ કર્યું હતું તેમજ મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટ ઉભી કરવામ આવી હોય ત્યાં પણ ચેકિંગ કર્યું હતું.

ઉપરાંત થર્ટી ફસ્ટ પૂર્વે જિલ્લાના તમામ પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસે કોમ્બિંગ કર્યું હતું. ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે, નશામાં વાહન ન ચલાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *