કેનાલ રોડ ઉપર દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી, આજી ડેમ પાસે બસમાં ચડવા જતા મહિલાના ગળામાંથી રૂા.3.75 લાખનો ચેન ચોરાયો
રાજકોટમાં તહેવારો ઉપર ચોર-ચક્કાને સખણા રહેવા પોલીસે આપેલી ચેતવણી છતાં શહેરમાં ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરીની ઘટના બની છે. જેમાં કેનાલ રોડ ઉપર શીવ ડીજીટલ સાઇન નામની દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી થઇ હતી. બીજા બનાવમાં આજી ડેમ પાસે બસમાં ચડવા જતી મહીલાના ગળામાંથી રૂા.3.75 લાખના સોનાના ચેનની ચોરીનો બનાવ બન્યો હતો. ઉપરાંત જીવરાજ પાર્કમાં નવી બનતી સાઇટ ઉપરથી રૂા.8 લાખના કેબલ વાયરની ઉઠાંતરીનો બનાવ પોલીસમાં નોંધાયો છે.
ચોરીના ત્રણ બનાવમાં પ્રથમ બનાવમાં પંચવટી પાર્ક જલારામ હોસ્પીટલ નજીક રહેતા વિનોદભાઇ મગનભાઇ વાજાની કેનાલ રોડ ઉપર કુંજ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી શીવ ડીજીટલ સાઇન નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યો ટોપી પહેરેલો બુકાનીધારી શખ્સે દુકાનના તાળા ખોલી દુકાનની અંદર કોમ્પ્યુટર ટેબલના ખાનામાં રાખેલ રૂા.50 હજારની રોકડ ચોરી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં રાજકોટના નાડોદાનગરમાં રહેતા ખોડાભાઇ દેવજીભાઈ ડાભી ઉ. 70એ 3. 75 લાખના ચેઇનની ચોરી અંગે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતુ કે ગઇ તારીખ 28/08/2026 ના સવારે મારા પત્ની લાભુબેન રક્ષાબંધન તહેવાર હોઇ જેથી સરધાર પાસે આવેલ ભાડુઇ ગામ ખાતે જવા માટે ઘરેથી નિકળેલ હતા અને હુડકો ચોકડી થઈ આજીડેમ ચોકડી ખાતે ગયેલ હતા અને જ્યાં આશરે દશેક વાગ્યાની આસપાસ સરધાર ખાતે જવાની એસ.ટી.બ સ આવેલ જેમા ચડવા જતા તેઓએ ગળામા પહેરેલ આશરે ત્રણેક તોલાનો સોનાનો ચેઇન જોવામા આવેલ નહીં જેથી તેઓ એસ.ટી.બસ માથી નિચે ઉતરી ગયેલ અને મારા પત્નીએ અમોને ફોન કરી કહેલ કે અમો બસ ના પગથીયા ચડતા હ તા ત્યારે મારા ગળામા પહેરેલ સોનાનો ચઇન કોઈ ચોરી કરી લઈ ગયેલ છે જેથી મારી પત્નીએ તેના ગળામા પહેરેલ ચેઇન ચોરી લીધો હતો. જેથી મારી પત્નીનો આશરે ત્રણેક તોલાનો સોનાનો ચેઇન જેની આશરે કિ.રૂૂ. 3,75,000/- ની ગણાય તે મારી પત્નીની જાણ બહાર કોઇ ઇજાણ્યો ચોર ઇસમે નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોય ફરિયાદ નોંધાવી હતી.
ત્રીજા બનાવમાં રાજકોટના રાધાનગરમાં રહેતા કોન્ટ્રાકટર ઉર્મિતભાઇ અનીલભાઈ મોરીધરા ઉ. 26એ 8 લાખના કેબલની ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ અમારે રાજકોટ જીવરાજ પાર્ક અંબીકા ટાઉ નશીપમા શરણમ સેફ્રોન નામની સાઈટ ચાલુ છે. અને આ સાઇડમા ટોટલ છ વિંગ છે અને હાલ તેમા ઇલેક્ટ્રીક કામ ચાલુ છે ગઈ તારીખ-30/07/2026 ના રોજ સવારના દસ વાગ્યાની આસપાસ હુ ઉપરોક્ત સાઇડ ઉપર હતો ત્યારે મને અમારા ઇલેક્ટ્રીશીયન પ્રકાશભાઈ અને હિમાંશુભાઇએ જણાવેલ કે આપણા ડી-વિંગમા દસમા માળે ફ્લેટ નં-1002 મા હેવેલ્સ કં પનીના ઇલે.વાયરના સાત બંડલ તથા કે.ઈ.આઈ. કંપનીના ચાર બંડલ રાખેલા હતા તે જોવામા આવતા નથી અને સાત મા માળે ફ્લેટ નં-704 મા હેવેલ્સ કંપનીના ઇલે.વાયરના આઠ બંડલ તથા કે.ઈ.આઈ. કંપનીના ઇલે.વાયર ના છ બંડલ જોવામા આવતા નથી તો તમે અહી આવો આમ મને વાત કરતા હુ તરત જ ત્યા ગયેલો અને જોયેલ તો ઇલે.
વાયરના બંડ લ જોવામા આવેલ નહી અને પ્રકાશભાઈ જણાવેલ કે છેલ્લા એક મહીનાથી અલગ અલગ ફ્લેટમાથી ઇલેક્ટ્રીક કામ કરેલ હોય તેમાથી ઇલે.વાયર ગુમ થયેલ હતો આમ મને પ્રકાશભાઇએ વાત કરતા અમો બધા અમારી સાઇડની બધી વિંગમા ચેક કરવા માટે ગયેલા એટલે સી-વિંગમા ઇલે.ડક ના વાયર પણ જોવા મળેલ નહીં અને ડી-વિંગ અને સી-વિંગ મા અલગ-અલગ 44 ફ્લેટમાથી ઇલે. નો વાયર જોવા મળેલ નહી અને આ હેવેલ્સ કંપનીના ઇલે.વાયરના એક બંડલમા 200 મીટર વાયર આવે જેમા એક મીટર ની કિ.રૂૂ.50/- કુલ એક બંડલની કિંમત રૂૂ.10,000/- ની કિંમતના 15 બંડલ અને કે.ઇ. આઇ. કંપનીમા 300 મીટર વાયર આવે જેમા એક મીટરની કિ.રૂૂ.50/- જે એક બંડલની કિં રૂૂ.15000/- ના 10 બંડ લ તથા 44 ફ્લેટમા ઇલે.કામ કરેલ વાયર અને સી-વિંગના ઇલે.-ડકમાં રહેલ ઇલે.વાયર જેની આશરે કિંમત રૂૂ.5,00,0 00/- ના જોવા મળેલ નહીં જેથી ફરિયાદ નોંધાવી હતી.
