ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી

ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું…

ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું શું ? ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે આવેલા નદીના ખાડા નજીક એમ.સી.આર. (મિલકત સબંધી ગુનાના આરોપીઓ) ચેકિંગની કાયદેસરની કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ જાહેર જાહેર જગ્યા પર ગાળો ભાંડી ફરજમાં રુકાવટ કરી પોતાની જાતે શરીરે બ્લેડથી ઈજા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, તા. 02/09/2026 ના રોજ આશરે 16:20 વાગ્યાના સુમારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ ગોહિલ તથા અન્ય પોલીસ કર્મચારીઓ સરકારી હોસ્પિટલ સામે આવેલ નદીના ખાડાના ઢાળ પાસે, ભગવતપરા બીટ વિસ્તારમાં કાયદેસરની ફરજના ભાગરૂૂપે એમ.સી.આર. ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.

આ દરમિયાન ત્યાં રહેતા રોહીત ઉર્ફે રતીયો અશોકભાઇ મકવાણા તથા રાહુલ અશોકભાઇ મકવાણા નામના બે સગા ભાઈઓએ પોલીસ કર્મચારીઓને જોઈને જાહેર જગ્યા પર જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. જ્યારે પોલીસ ટીમે બંને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહીથી બચવા અને પોલીસ ટીમને ખોટા કેસમાં ફસાવી દેવાના ઈરાદાથી અત્યંત વિપરીત પગલું ભર્યું હતું. બંને શખ્સોએ પોતાની પાસે રહેલી ધારદાર બ્લેડ વડે પોતાના જ શરીર પર ઘા મારવાનું શરૂૂ કરી દીધું હતું. જેમાં રોહીત ઉર્ફે રતીયો એ પોતાના ગળાના ભાગે બ્લેડ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પોલીસ કર્મચારીઓ સામે ’તમોએ મારી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે’ તેવો ખોટો ગુનો દાખલ કરાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે આરોપી રાહુલે પોતાના હાથ પર બ્લેડ વડે સરકા મારીને જાતે ઈજા પહોંચાડી હતી.

બંને ભાઈઓએ પોલીસ કર્મચારીઓની કાયદેસરની સરકારી ફરજમાં રૂૂકાવટ ઊભી કરી હતી. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસમાં બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલમાં સતત બીજા દિવસે પોલીસ ઉપર હુમલાના બનાવથી લોકોમાં ભારે ચર્ચા જાગી છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોય નાગરિકોની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે. બે દિવસ પૂર્વે પણ ગોંડલમાં રાત્રિના સમયે કારમાં નીકળેલા પોલીસમેને બીનજરૂૂરી હોર્ન વગાડવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને મહિલા, તેના પતિ અને સંબંધી પર સાગરીતો સાથે મળીને હિચકારો હુમલો કર્યો હતો. ત્યાંથી પસાર થતી 112 પોલીસની ગાડીને રોકાવી મહિલાએ મદદ માંગતા પોલીસે તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યારે પોલીસમેન આણી ટોળકીએ 112 ના પોલીસ સ્ટાફની ફરજમાં રૂૂકાવટ કરી સરકારી સરકારી મોબાઈલ તોડી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *