રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયો

ઉનાના શખ્સ પાસેથી 38 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લા અને ભાવનગર જીલ્લામાં દિવસ દરમ્યાન મંદિરોમાં મુંગટ તથા છતરો ની ચોરી કરનાર રીઢા તસ્કરને રાજકોટ ગ્રામ્ય…

ઉનાના શખ્સ પાસેથી 38 હજારનો મુદ્દામાલ કબજે

રાજકોટ જીલ્લા અને ભાવનગર જીલ્લામાં દિવસ દરમ્યાન મંદિરોમાં મુંગટ તથા છતરો ની ચોરી કરનાર રીઢા તસ્કરને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

ગઇ તા.02/09/2025 ના રોજ જેતપુર શહેર ના ટાકુડીપરા વીસ્તારમાં પાંભર પરીવારના કુળદેવી ખોડીયાર માં ના મંદિર માં ચાંદિના છતરીની ચોરી થયેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ કરતા આ ચોરીમાં રમેશભાઈ લવજીભાઇ તન્ના (ઉ.વ. 70 રહે મુળ ઉના વિધ્યાનગર સોસાયટી દેલવાડા રોડ તા.ઉના જી.ગીર સોમનાથ)હોવાનું ખુલ્યું હતું જેની ધરપકડ કરવામાં આવી હતી.

પુછપરછમાં આજથી આશરે ચારેક મહીના પહેલા દિવસ દરમ્યાન જેતપુર ટાકુડી પરા વિસ્તાર માં આવેલ એક માતાજી ના મઢ માંથી માતાજી ના માંદી ના છતરી ની ચોરી કરેલ હતી તેમજ એકાદ મહીના પહેલા ભાવનગર શહેર ખાતે દરબાર ગઢ વિસ્તારમાં એમ જી. રોડ ઉપર આવેલ હોટલ વૃંદાવન ની સામે આવેલ એક જૈન દેરાસર માંથી બપોર ના સમયે મુગટ ની ચોરી,જેતપુર તાલુકાના જેતલસર જંક્શન ખાતેથી અંબાજી ના મંદીર માંથી ચાંદી ના છતર ની ચોરી અને ભાવનગર જીલ્લાના વલ્લભીપુર ગામે બસ સ્ટેન્ડ પાસેથી માતાજી ના મંદિરમાંથી ચાંદી ના છતર ની ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું. તેની પાસેથી રૂૂ.38,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા કે.એમ.ચાવડા તથા આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી તથા ઇન્દ્રસિહ જાડેજા તથા જયવિરસિંહ રાણા તથા અનિલભાઈ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા પ્રહલાદસિહ રાઠોડ તથા રસીકભાઇ જમોડ તથા ધનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ રણજીતભાઈ બોરડે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *