શહેરના મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર રીઢા તસ્કરને સુભાષનગરના બગીચામાંથી પોલીસે ઝડપી લીધો છે.તેની પાસેથી રૂૂ.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ,80 ફૂટ રોડ પર સીતારામ સોસાયટી મેઈન રોડ પર રહેતા પ્રભાબેન મનસુખભાઈ મુંગપરા (ઉ.વ.60)ના મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરો મકાનમાં સ્થિત કબાટમાં રાખેલા પાકીટમાંથી 1ર હજારની રોકડ ચોરી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.બીજા બનાવમાં વાણીયાવાડી મેઈન રોડ પર વિશાખા એપાર્ટમેન્ટમાં રહેતા અને મિલપરામાં પોતાના જૂના બે માળના મકાનમાં નીચેના માળે રંગોલી ટેઈલર નામે દુકાન ચલાવતા વિજયભાઈ ભગવાનજીભાઈ પીઠડીયા(ઉ.વ.પ0)ના જૂના મકાનમાંથી તસ્કરો ગઈ તા.19ના રાત્રેથી તા.ર0નાં વહેલી સવાર સુધીમાં દરવાજાનો નકુચો તોડી કબાટમાં રાખેલી પાંચ સાડી અને 1પ00ની રોકડ મળી કુલ રપ00ની મતા ચોરી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ઘટનામાં પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ વસાવા અને સ્ટાફે આરોપી સન્ની શંકરભાઈ વરગોડિયા(રહે.નાણાવટી, આર.એમ.સી ક્વાર્ટર,રાજકોટ)ને સુભાષનગરના બગીચામાંથી ઝડપી લઇ રોકડ સહિત રૂૂ.10,500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયો
શહેરના મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર રીઢા તસ્કરને સુભાષનગરના બગીચામાંથી પોલીસે ઝડપી લીધો છે.તેની પાસેથી રૂૂ.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ,80 ફૂટ…
