રોમાંચક મેચમાં મુંબઇને 2 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન

કુણાલ પંડયાની 46 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ, વિરાટ કોહલીનું ખાતું પણ ન ખુલ્યું IPL 2026નો 54મો મુકાબલો ગઇકાલે RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયો…

કુણાલ પંડયાની 46 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ, વિરાટ કોહલીનું ખાતું પણ ન ખુલ્યું

IPL 2026નો 54મો મુકાબલો ગઇકાલે RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં છેલ્લા બોલ સુધી ચાલેલા આ મુકાબલામાં RCBએ 2 વિકેટે જીત મેળવી હતી. આ મેચ રાયપુરમાં રમાઈ હતી, જ્યાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા તિલક વર્માની ફિફ્ટીના દમ પર 166 રન બનાવ્યા હતા, જેને RCBએ છેલ્લા બોલે ચેઝ કરી લીધા હતા. કૃણાલ પંડ્યાએ શાનદાર ફિફ્ટી ફટકારી અને ભુવનેશ્વર કુમારે શાનદાર ફિનિશિંગ કર્યું હતું.

167 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની શરૂૂઆત અત્યંત ખરાબ રહી હતી. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે જેકબ બેથલે 27 રન બનાવ્યા હતા. પડિક્કલ પણ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કૃણાલ પંડ્યાએ શાનદાર ઈનિંગ રમી અને ટીમની બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પંડ્યાએ 46 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી. પોતાની આ ઈનિંગમાં પંડ્યાએ 4 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. છેલ્લી ઓવરમાં RCBને જીતવા માટે 15 રન જોઈતા હતા. છેલ્લા 3 બોલ પર 9 રનની જરૂૂર હતી ત્યારે ભુવનેશ્વર કુમારે છગ્ગો ફટકારી દીધો હતો. છેલ્લા બોલે બે રન લઈને RCBએ આ મેચ જીતી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં રેયાન રિકલ્ટન આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્માએ 22 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પણ ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. જોકે, ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીર વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. નમન ધીરે 47 રન બનાવ્યા અને તિલક વર્માએ 57 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર મુંબઈએ 166 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *