શિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇ

  શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને…

 

શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે, ઉંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ સિંચાઈ વિભાગને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક 1 અને લિંક 3 તેમજ 4ને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં જ્યાં ખેડૂતોની માંગણી આવે અને તળાવોને જોડવા માટે પાણી પહોંચાડવા અંગે પણ અલગ અલગ વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ, અન્ય નવીનીકરણ અને રીપેરીંગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખી બેઠકમાં વિગતો ચર્ચાઓ થઈ હતી. તો સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી શિયાળા પૂરતુ પાણીની સિંચાઇ માટે વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે એમ પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું. હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ જ સમસ્યા ન થાય એ માટે આયોજન છે. તો વહેલી સવારે સિંચાઈ વિભાગની કચેરી ખાતે શરૂૂ થયેલી બેઠકમાં તબક્કાવાર અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાબતો ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *