વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા

  શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…

 

શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. બંને આરોપી છેલ્લા દોઢેક માસથી લાઇનગુરૂ એપ્લીકેશનમા સટ્ટો રમાડતા હોવાનુ ખુલવા પામ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ આર. બી. જાડેજા, હેડ કોન્સ. ઉમેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમિયાન જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાછળ સિકંદર મેણુ અને મયુર મીરાણી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે ફોનમા ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશનમા બીગ બેસ લીગની ટી 20 સહીતની મેચ ઉપર સટ્ટો રમાડતા સિકંદર નાસીરભાઇ મેણુ અને મયુર કિશોરભાઇ મીરાણીને ઝડપી પાડી આઇપેડ, મોબાઇલ સહીત કુલ રૂ. 41000 નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમા બંને આરોપી દોઢેક મહીનાથી ઓનલાઇન સટ્ટો રમાડતા હોવાનુ ખુલવા પામ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *