રાજકોટથી હરિદ્વાર જવા અઠવાડિયામાં 4 ટ્રેન મળશે

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામો દ્વારકા અને સોમનાથથી ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર જતાં શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા ખૂબ જ આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. ભારતીય રેલવે…

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામો દ્વારકા અને સોમનાથથી ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર જતાં શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા ખૂબ જ આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના વેરાવળ (સોમનાથ) અને ઓખા (દ્વારકા) ને હરિદ્વાર સાથે જોડતી બે નવી સીધી ઓલ-એસી (એસી) ટ્રેન સેવાઓને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. તથા હરિદ્વાર-ઓખા નવી ટ્રેનને મંજુરી અપાઇ છે. આ ત્રણ નવી ટ્રેનને મંજુરી મળતા હવે રાજકોટથી અઠવાડીયામાં 4 દિવસ હરિદ્વાર જવા ટ્રેન મળશે.

નવી દિલ્હી ખાતે રેલવે બોર્ડની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નવી ટ્રેનો શરૂૂ કરવા ઉપરાંત બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ (12216/12215) ને પણ હરિદ્વાર સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી શરૂૂ થનારી હરિદ્વાર-વેરાવળ એસી એક્સપ્રેસ (14326/14325) અઠવાડિયામાં બે દિવસ દોડશે. ટ્રેન નંબર 14326 હરિદ્વારથી સવારે 4:00 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 8:15 વાગ્યે વેરાવળ પહોંચશે, જ્યારે ટ્રેન નંબર 14325 વેરાવળથી સવારે 11:05 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 6:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે.

આ ટ્રેન હરિદ્વારથી દર બુધવાર અને રવિવારે તથા વેરાવળથી દર ગુરુવાર અને સોમવારે ઉપડશે. માર્ગમાં આ ટ્રેનને રૂૂરકી, મુઝફ્ફરનગર, મેરઠ સિટી, ગાઝિયાબાદ, દિલ્હી, રેવારી, ખેરથલ, અલવર, જયપુર, કિસનગઢ, અજમેર, આબુ રોડ, પાલનપુર, રાજકોટ, ગોંડલ, જેતલસર અને જૂનાગઢ જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

બીજી નવી સેવા હરિદ્વાર-ઓખા એસી એક્સપ્રેસ (14328/14327) સૌરાષ્ટ્ર અને દ્વારકા તીર્થક્ષેત્રને સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલશે, જે હરિદ્વારથી દર શુક્રવારે અને ઓખાથી દર શનિવારે રવાના થશે.

પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલની રજૂઆતને મળી સફળતા
લાંબા સમયથી સૌરાષ્ટ્રના લોકોની હરિદ્વાર જવા માટે વધુ ટ્રેનોની માંગણી આખરે સંતોષાઇ છે. ગંગાસ્નાન માટે હરિદ્વાર જનારા યાત્રીકોની સુવિધા માટે વધુ ટ્રેનો ફાળવવાની પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની રજુઆતને સફળતા મળી છેેે. ગોવિંદભાઈ એ જણાવેલ છે કે ઘણા સમયથી સૌરાષ્ટ્રના લોકોની લાગણી અને માંગણી હતી કે હરિદ્વાર જવા માટે વધુ ટ્રેનની સુવિધા આપો પરંતુ તેનો અમલ થયો નહિ. તાજેતરમાં રાજકોટ ખાતે પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર આવેલ ત્યારે આ અંગે ખાસ મુલાકાત લઈને સૌરાષ્ટ્રના રેલ્વે અંગેના પ્રાંત પ્રશ્નો રજુ કરેલ જેમાં પહેલી સફળતા મળી છે. રાજકોટ થી પોરબંદર અને સોમનાથ જતી ટ્રેનમાં વધુ કોચની માંગણી અનુસંધાને તંત્ર જણાવે છે કે ભક્તિનગર સ્ટેશનનું પ્લેટફોર્મની લંબાઈ વધારવી પડે તેમ છે. તે લંબાઈ વધતાની સાથે વધુ કોચની સુવિધા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *