ગુજરાત હાઈકોર્ટે સ્ટેમ્પ મૂલ્યાંકન વિભાગ અને સબ-રજીસ્ટ્રાર કાર્યાલયની મનસ્વી કામગીરી સામે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પૂરતી સ્ટેમ્પ ડીયુટી ભરી હોવા છતાં અને કોઈ યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂૂ કર્યા વિના એક વર્ષ સુધી જપ્ત રાખવામાં આવેલા મોર્ટગેજ ડીડને તુરંત રજીસ્ટર કરી અરજદાર કંપનીને સોંપી દેવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે.
કેસની વિગતો અનુસાર, મેસર્સ વિશાઅલ ક્ધટેનર્સ લિમિટેડ દ્વારા કલોલ સબ-રજીસ્ટ્રાર સમક્ષ સપ્ટેમ્બર 2025માં મોર્ટગેજ ડીડ નંબર 15212/2025 રજીસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, સબ-રજીસ્ટ્રાર અને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ મૂલ્યાંકન) દ્વારા સ્ટેમ્પ એક્ટની કલમ 33 હેઠળ દસ્તાવેજ જપ્ત કરીને રજીસ્ટ્રેશન અટકાવી દેવામાં આવ્યું હતું. અરજદાર કંપનીએ ૠઈંઉઈ લીઝ હોલ્ડ પ્રોપર્ટી સંબંધિત જરૂૂરી તમામ આધાર-પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કર્યા વિના દસ્તાવેજ અટકાવી રાખવામાં આવ્યો હતો. આખરે કંપનીએ બંધારણની કલમ 226 હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી.
હાઈકોર્ટમાં જસ્ટિસ નિશા એમ. ઠાકોરની સિંગલ બેંચ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કબૂલાત કરી હતી કે મોર્ટગેજ ડીડ પર પૂરતી સ્ટેમ્પ ડીયુટી ભરેલી છે અને તેમાં કોઈ ખૂટતી રકમ નથી. આ ઉપરાંત, નાયબ કલેક્ટર કાર્યાલય દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ આપેલી નોટિસ પણ પરત ખેંચવાની તૈયારી દર્શાવાઈ હતી.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે મોર્ટગેજ ડીડ રજૂ કર્યાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સક્ષમ સત્તામંડળે કલમ 33 હેઠળ અરજદાર સામે કોઈ નક્કર કાર્યવાહી શરૂૂ કરી નથી. જ્યારે દસ્તાવેજ પર પર્યાપ્ત સ્ટેમ્પ ડીયુટી ભરાયેલી હોય, ત્યારે તેને જપ્ત કરવાની સત્તામંડળની કામગીરી જ ક્ષેત્રાધિકાર વિનાની (વિધાઉટ જ્યુરિસ્ડિક્શન) બની જાય છે. આથી, હાઈકોર્ટે સબ-રજીસ્ટ્રારને સંબંધિત મોર્ટગેજ ડીડ રજીસ્ટર કરવા અને રજીસ્ટ્રેશન બાદ તુરંત જ દસ્તાવેજ અરજદાર કંપનીને મુક્ત કરી સોંપી દેવા આદેશ કર્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કાયદા મુજબ શક્ય હોય તો સત્તામંડળ નિયમ અનુસાર નવી નોટિસ આપીને આગળની કાર્યવાહી કરી શકે છે. સચોટ વિગતો માટે ચુકાદો વાંચવો.
