મારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલો

  શહેરનાં ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા મહિલાને તેમના પાડોશીએ ઘર પાસે મંડપ નાખવા મામલે માર માર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…

 

શહેરનાં ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા મહિલાને તેમના પાડોશીએ ઘર પાસે મંડપ નાખવા મામલે માર માર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.

બનાવની વિગતો અનુસાર ધરમનગર પાસે પ્રિય દર્શન સોસાયટીમા રહેતા સુનિતાબેન ધર્મેન્દ્રભાઇ ભીખુભાઇ હજારી (ઉ.વ. 38) નામના મહીલાએ તેમના પાડોશી વર્ષાબેન કિશોરભાઇ કોરડીયા, મોહીતભાઇ કિશોરભાઇ કોરડીયા, ત્રીવેણીબેન, પાયલબેન અને મિતલબેન વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

સુનીતાબેને જણાવ્યુ હતુ કે તેઓ ગઇકાલે નોકરી પરથી રાત્રે ઘરે આવી હતી અને ઘરે તેમના સાસુ રાધાબેન હાજર હતા તેમજ દીકરા-દીકરી સ્કુલે ગયા હતા. તેમજ પતિ નોકરી પર ગયા હતા.

સુનીતાબેન ઘરમા સાફ સફાઇ કરતા હતા. ઘરની બહારનો ઓટો ધોવા ગયા ત્યારે પાડોશી વર્ષાબેન ઘર પાસે આવ્યા અને કહયુ કે મારા ઘરે પ્રસંગ છે મારે તમારા ઘરની સામે માંડવો નાખવો છે.

તુ દાદાગીરી કરતી નહી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા ત્યારબાદ મિતલબેન પણ ત્યા આવી ગયા હતા અને આમ વર્ષાબેન તેમનો પુત્ર મોહીત સહીત પાંચ વ્યકિત ત્યા આવી માર માર્યો હતો.

તેઓએ જતા જતા કહેતા ગયા કે હવે પછી તમે કાંઇ કરશો તો પતાવી દઇશુ આ મામલે સુનીતાબેનની ફરીયાદ પરથી ગુનો નોંધવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *