પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા પત્નીનો આપઘાત

  શહેરીન ભાગોળે ભાવનગર હાઇ-વે પર મહીકા ગામે રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા…

 

શહેરીન ભાગોળે ભાવનગર હાઇ-વે પર મહીકા ગામે રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા પત્નીએ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મહીકા ગામના પાટીયા પાસે આવેલા શક્તિ મારબલની ઓરડીમાં રહેતી સીયાબેન અખિલેશ સોનકર (ઉ.વ.27) નામની પરિણીતાએ આજે સવારે પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં મૃતકની પુત્રી આરબી માનસિક અને દિવ્યાંગ હોય અને મૃતક માંડા ડુંગરમાં સીલાઇ કામ કરતી હોવાથી પતિએ તેને દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરપ્રાંતીય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *