મિત્રને હોટલ પર બેસવા જતાં યુવાનને આરોપી સાથે ઓળખાણ થઈ હતી
જસદણ, રાજકોટ અને હિંમતનગરના શખ્સ સામે ગુનો નોંધાયો
મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને મૂરલીધર ડેરી નામે દૂધનો ધંધો કરતા મૂળ વાંકાનેરનાં ઠીકરીયાળા ગામના મનવીરભાઈ હમીરભાઈ ડાંગર ઉ.વ.29)ને પૈસાનો વરસાદ કરાવી આપવાનું કહીં વિધિ કરાવવાના બહાને ત્રણ શખ્સોએ રૂૂા. 8.50 લાખ લઈ છેતરપિંડી કર્યાની આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે.
આજીડેમ પોલીસે આ મામલે મનવીરભાઈની ફરિયાદ પરથી ધવલ મનોજભાઈ જોશી (રહે.જે.કે પાર્ક, કોઠારીયા મેઈન રોડ), મગન ઠાકોર (રહે. કનેસરા, તા.જસદણ) અને લાલસિંહ ઉદેસિંહ પરમાર (રહે.હિંમતનગર) સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, મનવીર અગાઉ આટકોટ ચોકડીએ મિત્ર કરણની હોટલે બેસવા જતો હતો ત્યારે ત્યાં આરોપી મગન સાથે મિત્રતા થઈ હતી તેણે આરોપીને હોટલનો ધંધો શરૂૂ કરવો છે તેમ કહીં શેઠ પાસેથી પાંચ લાખ હાથ ઉછીના કે વ્યાજે લાવવાની વાત કરી હતી.
જેથી તેણે હા પાડી હતી.થોડા દીવસ બાદ આરોપીએ તેને કોલ કરી આપડી પાસે એક બાપુ છે તે રૂૂપિયાનો વરસાદ કરે છે લાખના ડબલ રૂૂપિયા કરી આપે છે તેમ કહેતા બંને હુડકો ચોકડી પાસે રૂૂબરૂૂ મળ્યા હતા. આ સમયે પણ આરોપીએ પણ તેને વાત કરી હતી કે એક બાપુ છે તે વિધિ કરી પૈસાનો વરસાદ કરે છે તમે જે રૂૂપિયા વિધિમાં મુકો તે ડબલ કરી આપે છે. તેમ કહીં વિશ્વાસમાં લેતા બંને આરોપી ધવલનાં ઘરે ગયા હતા. જ્યાં વિધિના નામે તેની પાસે પ્રથમ 10 હજાર દીધા બાદ આરોપીએ તેના મિત્રની કનેસરા ગામે આવેલી વાડીએ વિધિ કરવાનું નક્કી કરી કટકે કટકે વિધિ અને વસ્તુના નામે લાખોની રકમ પડાવી હતી. પરંતુ ઘણા દિવસ હવન વિધિ વગેરે કર્યા બાદ રૂૂપિયાનો કોઈ વરસાદ થયો ન હતો. બીજી તરફ આરોપી ધવલ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.આથી તેણે આરોપી મગનને વાત કરી તેની જવાબદારીએ રૂૂપિયા આપ્યા હોવાનું કહીં ફરિયાદનું કહેતાં આરોપીએ બે દિવસનો સમય માંગ્યો હતો.
ત્યારબાદ આરોપીએ તેને ફોન કરી મારા બનેવી મારફતે બીજા એક બાપુનો કોન્ટેક થયો છે.તે રૂૂપિયા બનાવી આપશે અને કોઈ પૈસાનુ રોકાણ કરવાનું નથી તેમ કહીં મગન અને લાલસિંહે પણ વિધિના નામે લાખોની રકમ પડાવી લીધા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.આમ ત્રણેય આરોપીઓએ તેની પાસેથી કટકે કટકે 8.50 લાખ પડાવી છેતરપિંડી આચરતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
