જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂૂપિયા 11.70 લાખ ની કિંમત ના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન ના પોલીસ સ્ટાફને સફળતા સાપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો માલ સામાન તેમજ બે બાઈક કબજે કરી લીધા છે, જ્યારે તેઓના એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે. તસ્કરોને શોધવા માટે પોલીસે કમાન એન્ડ કંટ્રોલના કેમેરા તથા મોબાઈલ ફોનના ટાવર લોકેશન ની મદદ લઈ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જામનાગરમાં હીરજી મિસ્ત્રી રોડ પ્રણામી સ્કુલની વાડીની સામે શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી આજથી 3 માસ પહેલાં પીતળનો છોલ આશરે 7,800 કિલો કે જેની કિંમત રૂૂ.11,70,000 જેટલી થવા જાય છે.જેની ચોરી થયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલવા માટે જામનગરના સીટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમના પી.એસ.આઇ. વી.એ. પરમાર તેમજ અન્ય ડી. સ્ટાફે શોધખોળ હાથ ધરી હતી, અને ઉપરોકત ગુન્હો ડીટેકટ કરવા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ ના તેમજ બનાવ સ્થળના આજુ-બાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા.
ઉપરાંત મોબાઇલ ફોન ના ટાવર ડમ્પ મેળવી મોબાલઇના ફોન ની કોલ ડિટેઇલ મંગાવી એનાલીશ કરી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે એ.એસ.આઇ, યશપાલસિંહ જાડેજા, પો.હેડ કોન્સ શીવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વનરાજભાઈ ખવડ ની સંયુકત બાતમીના આધારે ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો હતો.
જેમાં પોલીસે જામનગરના વિજયનગરમાં રહેતા મોહન ઉર્ફે ભોલો વિરમભાઇ ઓડિચ (જાતે-બ્રાહમણ ઉવ-36) અને ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ (જાતે-બ્રાહમણ ઉવ-36) ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટ નો ચોરાઉગ માલ સામાન તેમજ બે મોટરસાયકલ કબજે કરી લીધા છે. જેઓની પૂછપરછ દરમિયાન ત્રીજા સાગરીત લક્ષ્મણ હીરાભાઈ ઓડિચ ની સંડોવણી ખુલી હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.
