ધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબીની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના…

રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબીની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાંકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોળ-જોડીયા રોડ પરથી ચોરાઉ મુદામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ચોરાઉ ઘરેણા અને બે બાઈક વગેરે કબજે કરી લીધા છે.

જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશભાઇ હેમતલાલ સોની ની ધ્રોલ નગરપાલીકા સામે આવેલી “તુલજાભવાની ઝવેલર્સ”નામની દુકાનમા ગત તા.14.1.2026 ના રાત્રી ના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દિવાલમા બાકોરૂૂ પાડી,દુકાનમાથી સોના ચાંદીના દાગીના કિ.રૂૂ 26,96,000 ની ચોરીને અંજામ આપ્યો હતો.

જે ચોરીનો ગુનો શોધી કાઢવા માંટે જામનગરના એસપી ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ .એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,ધ્રોલ જોડીયા વિસ્તારમા વણશોધાયેલો ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂૂષિરાજસિંહ વાળા વગેરેને મળી હતી કે ઉપરોક્ત ચોરી માં મજુરોની સંડોવણી છે, અને આ ઝવેલર્સ ની દુકાનમા ચોરી કરનાર ઇસમો સોના ચાંદીના દાગીના લઇ મોટર સાયકલમા જોડીયા થી ધ્રોલ તરફ આવી રહયા છે.

જેથી ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી 1, હિમતભાઇ પાંગળાભાઇ મહેડા ઉવ.25 ધંધો ખેતમજુરી રહે. કેશીયા, તા.જોડીયા 2) શૈલેષભાઇ નવલસીંગ મહેડા ઉવ.23 ધંધો ખેતમજુરી રહે. લખતર, તા.જોડીયા અને 3) ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા ઉવ.25 ધંધો ખેત મજૂરી રહે. રંગપુર તા.પડધરી ની અટકાયત કરી લીધી હતી.

જેઓ પાસેથી 1) સોના ની વીટીઓ,બુટીઓ,ચેઇન,એરીંગ, પેન્ડલ સેટ,કાનની બાલી, ઓમકાર,નાક કાનના દાણા વિગરે સોનાના દાગીના આશરે 175 ગ્રામ કિ.રૂૂ.17,50,000 તેમજ 2) ચાંદીના દાગીના બંગડી, સાકરા, લકકી, કંદોરા, જુડા, ચેન, વિટી, કડલી, બ્રેસલેટ, સિક્કા, ડોકીયુ, દાણા, ગાય, મુર્તિ, છતર, જે ચાંદીના દાગીના કુલ વજન-11 કિલો ગ્રામ જેની કિ.રૂૂ 9,46,000 કુલ રૂૂપીયા 26,96000 નો ચોરાઉ મુદામાલ ઉપરાંત 4 નંગ મોબાઇલ ફોન બે નંગ મોટર સાયકલ અને ચોરીમા ઉપયોગ લીધેલો લોખંડ નો સળીયો વગેરે કબજે કર્યા છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *