દલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે,…

જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી તસ્કર બેલડી ને ઝડપી લીધી છે, અને તમામ ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે.જામનગરના દલિત નગરમાં રહેતા વિશાલભાઈ મનજીભાઈ પરમાર નામના યુવાને પોતાના મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી એક લેપટોપ તેમજ દસ હજારની રોકડ રકમ, અને ચાંદીના સિક્કા તેમજ સાંકળા સહિતની સામગ્રીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.આ ઉપરાંત તેના પાડોશમાં જ રહેતા કમલેશભાઈ ના રહેણાક મકાનને પણ નિશાન બનાવી લઇ તેમાંથી ડીવીડી પ્લેયર તથા એક ટીનનો ડબ્બો ઉઠાવી ગયા ની ફરિયાદ નોંધાવી છે, જ્યારે બાજુમાં રહેતા ત્રીજા પાડોશી રાજુભાઈ ના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને અંદરથી 20,000 ની રોકડ રકમ ની ચોરી કરી લઈ ગયા હતા.

જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી જામનગરમાં બાવરીવાસમાં રહેતા અર્જુન વિજયભાઈ કોળી- બાવરી, તેમજ રોહિત જીવણભાઈ ડાભી- બાવરીને ઝડપી લીધા હતા.જેઓ પાસેથી રૂૂપિયા 30,000 ની રોકડ રકમ, લેપટોપ, ચાંદીના સિક્કા, ચાંદીના સાંકળા, સોનાનો દાણો, ટીનનો ડબ્બો, ડીવીડી પ્લેયર સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *