તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ધમાલ પ્રેક્ટિસ કરતી વખતે બાળક દાઝી ગયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું. માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાલામાં આવેલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પરિવારનો મુઝાહીદ બગસસાચલી સીદી બાદશાહ નામનો 10 વર્ષનો બાળક બે દિવસ પૂર્વે સાંજના સાતેક પાસે તતાં ત્યારે પાડશ્વમાં અને મુન્નેને બે પુત્રએ ડ રાવલા કરી મુઝાહીદ ઉપર પેટ્રોલ છાંટી દીવાસી ચાંપી દીધી હોવાના આક્ષેપ સાથે બાળકને તાત્કાલીક સારવાર માટે તાલાલા બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની તબિયત નાજૂક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે પ્રાથમિક પૂછપરછમાં મુઝાહીદ બે ભાઇ બે બહેનમા નાનો હતો અને ઘર પાસે પકડમ પટ્ટી રમતો હતો ત્યારે નજીવા પ્રશ્ને ઝઘડો થતા ત્રણ બાળ મિત્રોએ સળગાવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ તપાસમાં ધમાલની પ્રેક્ટિસ કરતી વખતે બાળક દાઝી ગયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ અંગે તાલાલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
