અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. મંજૂરી વગર હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતા જહાજો પર ઈરાન મિસાઈલોનો વરસાદ કરી રહ્યું છે અને તેમને દરિયાના તળિયે ડૂબાડી રહ્યું છે. આ સ્થિતિને કારણે વિશ્વભરના દેશો ચિંતામાં છે કે કેવી રીતે આ મહત્ત્વના માર્ગને ફરીથી ખોલવામાં આવે, જેથી વૈશ્વિક ઉર્જા સંકટમાંથી રાહત મળી શકે. આ દરમિયાન UKએ આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની એક બેઠક ’ગ્લોબલ હોર્મુઝ સમિટ’નું આયોજન કર્યું છે, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા. ભારતને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકાર વતી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભાગ લીધો હતો.
બેઠકમાં ભારત સહિત 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નેવિગેશનની સ્વતંત્રતા અને ઊર્જા સુરક્ષાના સવાલો ઉઠાવ્યા. ભાર આપીને કહ્યું કે, ખાડી હુમલાઓમાં ભારતીય નાવિકોના મોત થયા છે અને ભારતને નુકસાન થયું છે. આ સાથે તેમણે તણાવ ઓછો કરવા માટે વ્યૂહનીતિ પર ભાર આપ્યો.
બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપર આ વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં ભારત, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 35 દેશો ભાગ લેશે, જેનો મુખ્ય હેતુ આ ક્ષેત્રમાં જહાજોની અવરજવરની સ્વતંત્રતા પુન:સ્થાપિત કરવાનો છે. નોંધનીય છે કે આ બેઠકમાં અમેરિકા સામેલ થશે નહીં. યુદ્ધની શરૂૂઆતથી જ UK વડાપ્રધાન સ્ટારમરે ઈરાન પર હુમલો કરવા માટે યુકેના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની અમેરિકાની વિનંતીઓને પણ ફગાવી દીધી હતી. જો કે પાછળથી આ વલણમાં થોડો ફેરફાર આવ્યો અને UKએ અમેરિકાને ઈરાન વિરુદ્ધ રક્ષણાત્મક હુમલાઓ માટે ચોક્કસ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આમ છતાં, સ્ટારમર હજુ પણ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે બ્રિટન યુદ્ધની સ્થિતિમાં નથી.
