રાજકોટ ડિવિઝનની 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન માં થી થઈને જતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો…

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન માં થી થઈને જતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09562 ઓખા બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09561 બાંદ્રા ટર્મિનસ ઓખા સાપ્તાહિક સ્પેશિયલને 25 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. જયારે ટ્રેન નંબર 09018 વેરાવળ બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.

ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail. gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *