કંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધરેલું ક્રિકેટમાં ખેલાડીઓની ફીમાં કાપ મુક્યો

  એક લાખને બદલે માત્ર 10 હજાર આપશે, સસ્તી હોટલમાં ઉતારો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ મેજબાની બદલ પોતાની પીઠ થપથપાવી રહ્યું…

 

એક લાખને બદલે માત્ર 10 હજાર આપશે, સસ્તી હોટલમાં ઉતારો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ મેજબાની બદલ પોતાની પીઠ થપથપાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ તેની ખરાબ હાલતના લીરેલીરા ઉડી રહ્યા છે. પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી ખતમ થયા બાદ ચોંકાવનારું પગલું ભર્યું છે. પીસીબીએ ઘરેલુ ક્રિકેટમાં ખેલાડીઓની મેચફીમાં ધરખમ કાપ મૂક્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નેશનલ ટી20 ચેમ્પિયનશીપમાં ક્રિકેટરોની મેચ ફી એક લાખ રૂૂપિયા પ્રતિ મેચથી ઘટાડીને 10 હજાર રૂૂપિયા પ્રતિ મેચ કરી છે.રિઝર્વ ખેલાડીઓને પ્રત્યેક મેચના 5 હજાર રૂૂપિયા મળશે. આ ટુર્નામેન્ટ 14 માર્ચથી શરૂૂ થઈ રહી છે. એટલું જ નહીં બોર્ડ ઘરેલુ ક્રિકેટના વિકાસ પર ખર્ચ ઓછો કરવા પર વિચાર કરી રહ્યું છે. મેચ ફીમાં કાપથી ખેલાડીઓની ચિંતા વધી ગઈ છે.

પીસીબીના ઘરેલુ ક્રિકેટના પ્રમુખ અબ્દુલ્લા ખુર્રમ નિયાઝી ખેલાડીઓની સુવિધાઓમાં કાપ મૂકી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા ખેલાડીઓને ફાઈવ સ્ટાર હોટલ અને ફોર સ્ટાર હોટલોમાં રખાતા હતા પરંતુ હવે તેમને સસ્તી હોટલની રજૂઆત થઈ રહી છે. હવાઈ મુસાફરી પણ ઓછી કરાઈ છે અને ફીસ પણ ઘટાડવામાં આવી છે.

એક સૂત્રએ જણાવ્યું કે ગત સીઝનની બાકી ચૂકવણી હજુ સુધી ખેલાડીઓ અને એમ્પાયરોને કરાઈ નથી. પીસીબીએ પૂર્વ ટેસ્ટ ક્રિકેટરો માટે વાર્ષિક પેન્શન વધારો પણ લાગૂ કર્યો નથી. જે બોર્ડની પોલીસી હેઠળ જરૂૂરી છે. અત્રે જણાવવાનું કે પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ લાહોર, કરાચી અને રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને અપગ્રેડ કરવા ઉપર લગભગ 1.8 અબજ રૂૂપિયા ખર્ચો કર્યો છે.

વિડંબણા એક બાજુ જ્યાં ખેલાડીઓની મેચ ફી ઘટાડવામાં આવી રહી છે ત્યાં પીસીબી અધિકારીઓને લાખો રૂૂપિયાનો માસિક પગાર મળે છે. પીસીબીના પસંદગીકારો અને ટીમોના મેન્ટર્સને તગડી રકમ મળે છે. મેન્ટર્સ મિસ્બાહ ઉલ હક, વકાર યુનુસ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ અને સકલિન મુશ્તાકને 2 વર્ષના કરાર પર પ્રતિ માસ લગભગ 50 લાખ રૂૂપિયાની ચૂકવણી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *