થાનગઢના ઉંડવી ગામે ખેતરના રસ્તામાં ઉંડવીના જ મશરૂૂભાઇ પોપટભાઇ નહી ચાલવા દેતા હોવાથી સારદીયા રાજાભાઇ ગોવીંદભાઇએ થાનગઢ મામલતદારમાં કેસ કરતા ટ્રેકટર લઇ જઇ ચાલી શકે એવો રસ્તો કરી આપવા હુકમ કર્યો હતો.આ હુકમની સામે મશરૂૂભાઇ પોપટ ભાઇએ ચોટીલા ડેપ્યુટી કલેકટરની કચેરીમાં અપીલ કરી હતી. ડેપ્યુટી કલેકટરની મુદ્તમાં બંને પક્ષે હાજર રહી પોતાના પુરાવા રજૂ કરી રજૂઆત કરી હતી.
આ સમયે મશરૂૂભાઇ પોપટભાઇએ મુંછ મરડીને કચેરીમાં હાજર રાજાભાઇને ધમકી આપી હતી કે રસ્તે ચાલવા નહી દઉં. આ સમયે ડેપ્યુટી કલેકટર મકવાણાની નજર જતા નજરે જોતાની સાથે જ તાત્કાલીક મશરૂૂભાને કસ્ટડીમાં લઇ નોટીસ આપી હતી.કચેરીના સમય પુર્ણ થતા સમયે મશરૂૂભાઇએ પોતાની ભુલ સ્વીકારી કે ઉમર થઇ ગઇ છે. અભણ મને માફ કરી દો તેમ જણાવી બાયેંધરી પણ આપી હતી. ત્યારબાદ ડેપ્યુટી કલેકટરે એક હજારનો દંડ ફટકારી બીજી વખત ભુલ ન થાય એવી ટકોર પણ કરી હતી. આમ ડેપ્યુટી કલેકટરે અરજદારને પણ કાયદાનું ભાન કરાવ્યુ હતુ કે સરકારી કચેરી હોય કે કોર્ટ માપમાં જ રહેવું પડે.
