શાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો

લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર…

લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ

શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને શાપર-વેરાવળ પોલીસે જૂનાગઢમાંથી ઝડપી લઈ સગીરાને તેના પરિવારને સોંપી હતી. સગીરા સાથે દુષ્કર્મ થયાનું જાણવા મળતાં આ મામલે પોલીસે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી ગુમ થઈ હોય જે બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ શાપર વેરાવળ પોલીસે તપાસ કરતાં મુળ કોટડાસાંગાણીનો વતની રોહિત રમેશ કાપડી નામનો શખ્સ તેને ભગાડી ગયાનું ખુલ્યું હતું.

સગીરાનો પત્તો મેળવવા માટે શાપર વેરાવળ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સના આધારે તપાસ કરી જૂનાગઢથી રોહિત કાપડીની ધરપકડ કરી સગીરાને મુકત કરાવી હતી. સગીરાની પુછપરછમાં રોહિતે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અલગ અલગ સ્થળોએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાનું જણાવતાં સગીરાનું મેડીકલ ચેક અપ કરાવી રોહિત સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણા સાથે સ્ટાફના ક્રિપાલસિંહ રાણા, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ધાધલ, તુષારસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, અલ્પેશભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *