મનહરપુરમાં નવનિર્મિત લાઇબ્રેરીનું કાલે પ્રમુખ ડો.માધવ દવેના હસ્તે લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ…

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-3ના મનહરપુર-1 વિસ્તારમાં નવનિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેનાં વરદ હસ્તે તા.28/01/2026ના રોજ સમય સવારે 10.00 કલાકે સ્થળ વોર્ડ નંબર-3, મનહરપુર-1 માધાપર ચોકડી થી આગળ જામનગર રોડ તરફ સવિસ રોડ પર જતા બીજ પૂર્ણ થાય ત્યાં આગળ ડાબી બાજુ, રાજકોટ જીલ્લા બેંક વાલી શેરી, આરોગ્ય કેન્દ્ની બાજુમાં કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ભળેલા વિસ્તાર વોર્ડ નંબર 3 મનહરપુર 1 જામનગર રોડ વિસ્તારમાં નવી લાઈબ્રેરી બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી લાઈબ્રેરીની વિશિષ્ટતા 80 ચોરસ મીટર હયાત બિલ્ડીગમાં રીનોવેશન કરી કાર્યરત કરેલ છે, તેમાં અંદાજિત 30.00 લાખ જેવો ખર્ચ કરવામાં આવેલ છે, લાઈબ્રેરીની વિસ્તૃત માહિતી, 1 લાઈબ્રેરિયન ઓફીસ, 1 વિદ્યાર્થી ભાઈઓ માટે વાંચનાલય રૂૂમ, 1 વિદ્યાર્થી બહેનો માટે વાંચનાલય રૂૂમ, પુસ્તકો આપલે માટે ઈશ્યુ કાઉન્ટર, પુસ્તકો માટે સુંદર ફનીચર, છાપા તથા મેગેજીન માટે જનરલ વાંચનાલય, પીવાના પાણી માટે વોટર કુલર અને એક્વાગાર્ડ, ભાઈઓ અને બહેનો માટે અલગ ટોયલેટ બાથરૂૂમ, જેવી આધુનિક સુવિધા લાઈબ્રેરી બિલ્ડીગમાં કાર્યરત કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી લાઈબ્રેરી સંગ્રહમાં 7144 પુસ્તકોનું કલેક્શન, 40 વિવિધ ભાષા અને વિષયોનાં મેગેજીન, 10 ગુજરાતી અને અગ્રેજી -વર્તમાન પત્રોનો સમાવેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *