મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડ

જેની સાથે લગ્ન ન થયા તે પ્રેમિકાની દોઢ વર્ષ બાદ મુલાકાત થતા બદલો લેવા પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે બનેલ ડબલ…

જેની સાથે લગ્ન ન થયા તે પ્રેમિકાની દોઢ વર્ષ બાદ મુલાકાત થતા બદલો લેવા પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો

પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે બનેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખી મૃતક પરણીતાના પૂર્વ પ્રેમીની ધરપકડ કરી હતી. દોઢ વર્ષ પુર્વે જેની સાથે લગ્નના સપના જોયા હતા તે પારિવારીક કારણોસર પુરા નહી થતા બાદમાં પ્રેમિકાને તેના પતિ સાથે જોઇ પૂર્વ પ્રેમીને ગુસ્સો આવ્યો અને પુર્વ પ્રેમીએ પોતાની પ્રેમીકા અને તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પાટણવાવના મોટી મારડ ગામે ખેત મજુરી કરતા રોહીત મથુરાભાઇ ચૌહાણ અને તેની પત્ની દુર્ગાની હત્યા થઇ હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી આરોપી સુરેશ કમલેશ બારીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુરેશ અગાઉ દુર્ગાને પ્રેમ કરતો હતો પરંતુ દુર્ગા સાથે તેના લગ્ન થઇ શકયા નહીં.
લગ્ન બાદ જ્યારે પ્રેમિકા પોતાના પિતાની વાડીએ પતિ સાથે આવી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો પ્રેમી ખેતરમાં દવા છંટકાવ માટે આવ્યો હતો અને ત્યારબાદ પ્રેમી સુરેશ બારીયાએ પ્રેમિકા અને તેના પતિને એક સાથે જોઈ જતા તેને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રિના સમયે પ્રેમિકા અને તેના પતિની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે આસપાસના પાંચ કિલોમીટરના ઘરો અને 10 કિલોમીટરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, ત્યારબાદ ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જોકે પારિવારિક કારણોસર તેના લગ્ન મરણ જનાર સાથે થઈ ન શક્યા. દોઢ વર્ષ પહેલા મૃતક સાથે મહિલાના લગ્ન થયા હતા. મૃતકના પિતા મધ્યપ્રદેશ ગયા હતા ત્યારે બંને પતિ પત્નીને બહારથી બે વ્યક્તિઓને ખેતરમાં દવા છાંટવા માટે બોલાવ્યા હતા. જેમાંનો એક આરોપી સુરેશ હતો. દિવસમાં જ્યારે સુરેશે પોતાની પ્રેમિકા અને તેના પતિને સાથે જોયા તો તેનું ખાર રાખી રાત્રિના હુમલો કરવાનો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ મજબૂત પાઇપ લઈને રાત્રિના સમયે પહોંચ્યો અને ત્યારબાદ સૌપ્રથમ રોહિત પર હુમલો કર્યો અને તેનું મોત નીપજાવ્યું અને ત્યારબાદ તેની પત્ની પર હૂમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *