રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો અગાવ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી આવ્યું હતું ફરીવાર નગરપાલિકાને પાણી આપવા માટે પાણીની પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએઆજે વિરોધનો વંટોળ શરૂૂ કરી મોરચો માંડયો છે અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલાં સિમિતી દ્વારા નગરપાલિકાની પાઇપ નહિ નાખવા દેવા વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રાંત અધિકારીને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી પરંતુ આ બેઠક નિષફળ નિવડી હતી ફરીવાર આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધારનાથ મહાદેવ મંદિર ખાતે કિસાન નેતા રાજુ કરપડાની આગેવાની સાથે જંગી સભા યોજી જેમાં મહિલાઓ ખેત મજૂરો ખેડૂતોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ભરી ઉમટી પડ્યા હતા અને તંત્રને સભામાં આડેહાથ લીધા હતા ત્યારબાદ વિશાળ સભા રેલી અને પ્રાંત અધિકારીને અવેદન પત્ર આપવામા આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂૂ છે જેમાં સરઘસ સભા રેલી મયક મંજૂરી વગર વગાડી શકાય નહીં તે માટે મોડી રાતે મામલતદારની ટીમ દ્વારા ધારેશ્વર ગામમાં પોહચી માયક મારફતે જાહેરનામા અંગે માહિતીઓ જાહેર કરી અને જાહેરનામાની કોપી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.ગઈ કાલે બપોરે ધારેશ્વર ગામના ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાએ ચીંચાઈ કેનાલ પાસે ઉભા રહી વીડિયો જાહેર કરતા કહ્યું ધાતવરડી ડેમ એક પગલાં સમિતિ આયોજિત 13 ગામડાના લોકોએ ઉપસ્થિત રહેવા આહવાન કરતા સામે ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા કાર્યક્રમ બંધ રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો અગાવનું જુના જાહેરનામાની નકલ ધારેશ્વર તલાટી મંત્રી સહિત આસપાસના ગામડાઓને રાતે બજવણી કરી માયક મારફતે નિયમો સંભળાવ્યા જેના કારણે ખેડૂતોમાં વધુ રોશ જોવા મળ્યો હતો.
રાજુલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીએ વીડિયો જાહેર કરતા કહ્યું કેટલાક અસામાજિક ઈસમો દ્વારા રાજુલા તાલુકાના ખેડૂતોમાં ખોટી અફવાઓ ફેલાવી છે આવા ઈસમો દ્વારા એવી અફવા ફેલાવી છે નગરપાલિકાની પાઇપ લાઇન નાખવાના કારણે ચીંચાઈને મળતું પાણી બંધ થશે આ તદ્દન વાત ખોટી છે ખેડૂતોમાં ભય ફેલાવવામાં આવી છે ખેડૂતોને માંગણી મુજબ પાણી મળતું રહેશે અને નગરપાલિકાની નવી લાઇન નાખવાની છે ખેડૂતોના હકનું પાણી છીનવાશે નહિ શાંતિપૂર્ણ અમે સાચી હકીકત સમજાવવા અપીલ કર્યે છીએ રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાને મંજૂરીઓ મળી છે.આમ છતાં આ કામગીરીમાં કોઈ ઈસમો દ્વારા આ કામગીરીમાં અડસણરૂૂપ બનશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
