મનપાની મતી મારી ગઇ, બગીચાનું ઘાસ ગણવા આડેધડ ટેન્ડર કરી નાખ્યું

વૃક્ષોના મોનીટરીંગની સાથોસાથ ગ્રીન સ્પેશનો ઉમેરો કરી દેવાતા દરખાસ્ત રદ કરતા ચેરમેન મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક પ્રકારના કામો અને પ્રોજેકટ હાથ ધરાઇ છે. જેના માટે…

વૃક્ષોના મોનીટરીંગની સાથોસાથ ગ્રીન સ્પેશનો ઉમેરો કરી દેવાતા દરખાસ્ત રદ કરતા ચેરમેન

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક પ્રકારના કામો અને પ્રોજેકટ હાથ ધરાઇ છે. જેના માટે અનુભવી અધિકારીઓ દ્વારા અગાઉના કામ ઉપરથી બોધ્ધપાઠ લઇ તેમજ હાલની બજાર કિંમત મુજબ એસ્ટીમેટ તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ અમુક ગળે ન ઉતરે તેવા કામો માટે પણ મનપાની તીજોરીને ફટકો મારવાનુ ભુલતા નથી. આ પ્રકારની એક દરખાસ્ત આજની સ્ટેન્ડિંગમાં રદ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા તમામ વૃક્ષોની ગણતરી અને મોનીટીરંગની સાથોસાથ બગીચામાં ઉગેલ ઘાસ ગણવાનો ઉલેખ કરી નાખતા કમિટીએ આ દરખાસ્ત નામંજૂર કરી અધિકારીઓને આ પ્રકારનો ફીજુલ ખર્ચ ન કરવાની તાકીદ કરી હતી.

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજરોજ દરખાસ્ત રજૂ થયેલ તે પૈકી શહેરમાં આવેલ તમામ ટ્રી અને ગ્રીનસ્પેશના મોનીટરીંગ માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જેનો અભ્યાસ કરતા કમિટિ સભ્યોને માલુમ પડેલ કે વૃક્ષોની ગણતરી સદભાવના ટ્રસ્ટ દ્વારા અગાઉ કરવામાં આવી છે. અને તેની જાળવણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ ઘાસની ગણતરી કરવાનુ કામ મગજમાં બેસતુ નથી ટેન્ડરમાં ઘાસની ગણતરી ચો.મીટરના હિસાબે કરવામાં આવે તેવો ઉલ્લેખ થયેલ પરંતુ વૃક્ષોની ગણતરી અને ઘાસની ગણતરી પાછળ થતો ખર્ચ ખોટી રીતે થઇ રહ્યાનુ લાગતા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત નામંજૂર કરી અધિકારીઓને આ મુદ્દે સુચના આપવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *