કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 115 પૈકી 2 નામંજૂર 1 પેન્ડિંગ અને 6ના રી-ટેન્ડરના આદેશ થયા
મનપાએ વેંચેલ અમીન માર્ગ પ્લોટનો વાંધો ઉઠાવનાર આસામી વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા તજવીજ
ડીઝાઇનના ઠેકાણા નથી અને 1.61 અબજનો રોડ કાર્પેટનો કોન્ટ્રાક્ટ આપવાની પેરવી ઉઘાડી પડી
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની વર્તમાન બોર્ડીની છેલ્લી બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 115 દરખાસ્તનો સંકલન સમિતિની બેઠકમાં અભ્યાસ કર્યા બાદ 2નામંજૂર એક પેન્ડિંગ રાખી 6ના રી-ટેન્ડર કરવાના આદેશ કર્યા હતા. છતા આ બેઠકમાં રેકોર્ડ સર્જાયો હતો. જમ્બો સ્ટેન્ડિંગમાં આજે 105 દરખાસ્તને મંજૂરી આપી રૂા.4.70 અબજના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
મનપાની આજની સ્ટેન્ડિંગમાં 110 દરખાસ્તના રૂા.4.70 અબજના ખર્ચેને બહાલી આપવામાં આવી હતી. મુખ્ય દરખાસ્ત પૈકી ગત સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ મનપાના 6 પ્લોટની હરાજી તેમજ હરાજી થયેલ પ્લોટમાં અડચણ નાખનાર શખ્સો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો નિર્ણય લઇ લીગલ વિભાગને આદેશ કરવામાં આવ્યા હતા. અન્ય દરખાસ્તોમાં વેસ્ટ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12માં ડિઝાઇન રોડ તથા રી કાર્પેટ અને નવા રોડ બનાવવા તેમજ બે વર્ષ જાળવણી માટે ફકત એક ઝોનમાં રૂા.136 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
મનપાની આજે મેળલ જમ્બો સ્ટેન્ડિંગમાં 115 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જૈ પૈકી 110 દરખાસ્તને મંજૂરી આપવમાં આવી હતી. જેમાં ફરી વખત મનપા દ્વારા છ પ્લોટની હરાજી કરી રૂા.280 કરોડની આવક ઉભી કરવામાં આવશે. તથા વાવડી વિસ્તારમાં સ્પોજ ગાર્ડન બનાવવા તથા મોટા મવામાં એનીમલ હોસ્પિટલ, નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ, તેમજ અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક તથા ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં નવી આંગણવાડી તથા કનક રોડ ઉપર નવુ ફાયર સ્ટેશન, વોર્ડ નં.4માં નવુ સ્પોર્ટસ સંકુલ, વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનુ નવુ ભાડુ નક્કી કરવા મનહરપુરમાં નવુ આરોગ્ય કેન્દ્ર દ્વારકેશ પાર્કમાં નવુ આરોગ્ય કેન્દ્ર પે એન્ડ પાર્કિંગ માટે અલગ અલગ સ્થળ લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફિસ પાસે વેજીટેબલ માર્કેટ અને મનપાના કર્મચારીઓને તબીબી સહાય સહિતની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસિટીનું કામ પૂર્ણ થવા આવ્યુ છે. ત્યારે શહેરને સ્માર્ટસિટી સુધી જોડતા માર્ગો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગ રૈયાગામથી સ્માર્ટસિટી સુધીનો ડીપી રોડ ડેવલોપ કરવામાં આવશે. આ કામે રોડ નીચે પાઇપ લાઇન તેમજ પેવીંગ બ્લોક ફલાવર બેડ અને સેન્ટ્રલ ડિવાઇડર તથા સ્ટ્રીટ લાઇટ સહિતના કામ માટે રૂા.18 કરોડનુ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યુ છે. એજન્સી દ્વારા સૌથી ઓછા પરંતુ 3% વધુ ભવાની ક્ધટ્રકસ્ટન કંપનીએ ભાવ ભરતા તેમને રૂા.18.58 કરોડના ખર્ચે રોડ ડેવલોપમેન્ટ કરવાનું કામ આપવામાં આવ્યુ હતું.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં ટીપી સ્કીમ 15 વાવડીમાં આવેલ ફાઇનલ પ્લોટ નં.34માં વ્રજવિલા એપાર્ટમેન્ટ પાસે લાઇબ્રેરી બનાવવાનુ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે. આ સ્થળે 2591 ચો.મી.એરીયામાં પ્રાર્કિંગ માટે લોઅર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર નવ દુકાનો. કોમન એડમીનીસ્ટ્રેશન એરીયા, વેઇટીંગ એરીયા, ફર્સ્ટ ફલોર પર નવ દુકાનો, સ્ટાફ ઓફિસ, ન્યુઝ પેપર રીડીંગ એરીયા, સેક્ધડ ફલોર પર જનરલ રીડીંગ હોલ, ટોય લાયબ્રેરી, ચિલ્ડ્રન મેગેઝીન ડીસ્પ્લે એરીયા, થર્ડ ફલોર પર મહિલા અને પુરૂૂષો માટે અલગ-અલગ રીડીંગ હોલ, ડીઝીટલ લાયબ્રેરી માટેનો એક હોલ, ટેરેસ ફલોર પર ઓડીયો-વિડીયો રૂૂમ અને તમામ ફલોર પર લેડીઝ/જેન્ટસ ટોયલેટ, સમગ્ર બિલ્ડીંગમાં લીફટની સુવિધા, સી.સી. ટી.વી. કેમેરા, ફાયર સીસ્ટમની સુવિધાનાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.17,49,87,000નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.11માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે રૂા.1.77 કરોડ ફાળવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-11માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પીટલ બનાવવાનાં કામે કુલ રૂૂા.1,50,37,098તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે રૂૂા.1,77,44,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે 262 ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ ફલોર પર લેબોરેટરી, ડોકટર રૂૂમ, ઓપરેશન રૂૂમ, મેડીસીન રૂૂમ, તેમજ એનીમલ ટ્રીટમેન્ટ રૂૂમ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.1,50,37,098 રકમનો ખર્ચ કરવામાં આવશે.
