માલવિયા ચોક સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી ફરકાવવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપુતે જણાવ્યુ છે કે ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેને સન્માનનું સ્થાન મળવું જોઈએ. રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971 અને ભારતનો ધ્વજ સંહિતા, 2002 જે રાષ્ટ્રધ્વજના ઉપયોગ/ઉપયોગ/પ્રદર્શનને નિયંત્રિત કરે છે, ભારતીય ધ્વજ સંહિતા, 2002ની મુખ્ય લાક્ષણિકતાઓ આ સાથે જોડાયેલ છે.
જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરી બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે, તેમજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002નો સરેઆમ ભંગ રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રએ કર્યો છે, માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા ડો. મહેશ રાજપુતે માંગ કરી છે, ડો.મહેશ રાજપુતે જણાવ્યુ કે ડિસેમ્બર 2021માં ખાદી સાથે પોલિએસ્ટર અને મશીન-મેઇડ ફેબ્રિકમાંથી બનેલા ધ્વજને ફરકાવવા મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી. તેમજ જુલાઈ2022માં સંહિતાના કલમ 2.2 (ડ્ઢશ) માં સુધારો કરવામાં આવ્યો, જેથી રાષ્ટ્રીય ધ્વજને દિવસ-રાત ખુલ્લામાં અથવા નાગરિકના ઘર પર ફરકાવી શકાય.
પ્રાથમિક માહિતી મુજબ ધ્વજનો આકાર હંમેશા લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈ (ઊંચાઈ) નો ગુણોત્તર હંમેશા 3:2 હોવો જોઈએ. 30 ડિસેમ્બર 2021ના સુધારા બાદ (જે 2022 માં અમલી રહ્યો), હાથથી કાંતેલા અને વણેલા કાપડ ઉપરાંત હવે મશીનથી બનેલા અને પોલિએસ્ટર (Polyester) ધ્વજનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રીય ધ્વજ કપાસ, પોલિએસ્ટર, ઊન, રેશમ અથવા ખાદીમાંથી બનાવેલો હોઈ શકે છે. 19 જુલાઈ, 2022 ના આદેશ મુજબ, હવે જો રાષ્ટ્રીય ધ્વજ ખુલ્લામાં અથવા કોઈ નાગરિકના ઘરે પ્રદર્શિત કરવામાં આવે, તો તેને દિવસ અને રાત આમ 24 કલાક ફરકાવી શકાય છે. અગાઉ, ધ્વજને ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની મંજૂરી હતી.
