રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન

વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…

વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો. સમીસાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ દોઢ કલાક સુધી હળવા ઝાપટા તેમજ ઝરમરીયો વરસાદ વરસતા 0॥ જેટલુ પાણી વરસી ગયુ હતું. જેના લીધે થર્ટીફસ્ટનું આયોજન કરનાર સંચાલકોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. તેવી જ રીતે વરસાદના પગલે રેસકોર્ષ ખાતે યોજાયેલ હનુમાન કથામાં આયોજકો વિરામ રાખવાની ફરજ પડી હતી. ગઇકાલે ઇસ્ટઝોનમાં 9 મીમી અને વેસ્ટઝોનમાં 11 મીમી અને સેન્ટ્રલઝોનમાં સૌથી વધુ 0॥ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં આજે બપોર પછી અચાનક હવામાન પલ્ટા બાદ ચોમાસુ જામ્યું હોય તેમ કમોસમી વરસાદ પડયો હતો. શહેરમાં દોઢ કલાકમાં અડધો ઈંચ જેટલું પાણી વરસી જતા તમામ રાજમાર્ગો ઉપર પાણીની રેલમછેલમ થઈ ગઈ હતી. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત, રૈયા રોડ, રૈયા ચોકડી, માધાપર ચોકડી, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. મહાપાલિકાના ક્ધટ્રોલ રૂૂમે પશ્ચિમ રાજકોટમાં 6 મીમી, મધ્ય રાજકોટમાં 12 મીમી અને પૂર્વ રાજકોટમાં 9 મીમી વરસાદ પડયો હોવાનું જાહેર કર્યું છે. વરસાદ બાદ શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે શહેરમાં થર્ટી ફસ્ટના કરવામાં આવેલ આયોજનમાં મેદાનમાં પાણી ભરાઈ જવાથી આયોજકોમાં ચિંતા ફરી વળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *