રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો

સૂરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવું પડે તેવી હાલત વચ્ચે જનજીવન પ્રભાવિત રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5…

સૂરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવું પડે તેવી હાલત વચ્ચે જનજીવન પ્રભાવિત

રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5 વાગ્યા સુધી તો ખુલ્લા આકાશ નીચે નીકળવુ એટલે જીંદગી સાથે રિસ્ક લેવા જેવી હાલત થઇ જાય છે. સતત ત્રીજા દિવસે આજે બપોરે ત્રણ વાગ્યે આકાશમાંથી 44 ડીગ્રી સાથે આગ વરસતા શહેરના અમુક વિસ્તારો સુમસામ ભાંસતા હતા.

હવે તો સુરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવુ પડે તેવી હાલત વચ્ચે રાજકોટ અગનભઠ્ઠામાં સેકાવા લાગ્યુ છે. સારુ છે કે શાળા-કોલેજોમાં વેકેશન પડી ગયુ. નહીંતર વિદ્યાર્થીઓની હાલત શું થાત? જો કે નોકરીયાત વર્ગ અને નછૂટકે અન્ય કામકાજ માટે જેમને નીકળવુ પડે છે તેવા લોકો માથે આકાશમાંથી ધોમધખતો કહેર વરસી રહ્યો છે. હજુ તો તા.14મી સુધી હીટવેવ ઓછુ થાય તેવા કોઇ એંધાણ હવામાન નિષ્ણાંતોએ આપ્યા નથી.

આવી સ્થિતિ વચ્ચે આજે સતત ત્રીજા દિવસે રાજકોટમાં ગરમીનો પાર 44 ડીગ્રીને આંબી ગયો છે. મનપાએ અલગ અલગ સ્થળે મુકેલા એન્વાયરમેન્ટ સેન્સરમાં સૌથી વધુ ત્રિકોણબાગ ચોથી મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી એટલે કે ઢેબર રોડ પર 44 ડીગ્રી અંગ દઝાળતો તાપ વરસ્યો હતો.

દરમિયાન મનપાએ ગઇકાલે યલ્લો એલર્ટ જાહેર કર્યા બાદ આજે ગાંધીનગર સ્થિત હવામાન કચેરીએ આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ એટલે કે તાપમાન 44થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી ચેતવણી જાહેર કરીને લોકોને બપોરના સમયે કામકાજ સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. નછૂટકે જેમને નીકળવુ પડે તેમ છે તેવા લોકો માટે શરીર આખુ ઢંકાય તેવા સુતરાવ કાપડ, સતત લીંબુ સરબત કે ઓઆરએસ મિશ્રિત પાણી પીતુ રહેવુ, માથે ટોપી અને ચહેરા પર માસ્ક અથવા રૂૂમાલ બાંધી રાખવો, સગર્ભા, અશક્ત લોકોએ બપોરે ઘરમાં જ રહેવા સહિતની સલાહ જારી કરી છે.

શહેરના અમુક વિસ્તારોમાં રોડ પરથી ડામર પીગળવા લાગ્યા
સતત 44 ડીગ્રી વરસતા તાપમાં ડામર રોડ પણ હવે ઝિંક જીલી શકતો નથી. ઉનાળા પહેલા બન્યા હોય તેવા જુના રોડ પરથી પણ ડામર ઓળગવા લાગ્યો છે. જ્યા નવા રોડ બન્યા છે ત્યા તો વાહનના ટાયરમાં ડામર જામી જાય તે રીતે ઓળગવા લાગ્યો છે. બીજીબાજુ રાહદારીઓ હીટવેવની લપેટમાં આવી જાય તેવા કેસ પણ વધતા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *