શહેરના માંડાડુંગર વિસ્તારમાં રહેતો અને અગાઉ દારૂૂ, છેતરપીંડી સહિતના ગુનામાં સંડોવાયેલા શખસે પોતાનું નામઠામ બદલી વેપારી પાસેથી 87 હજારના તેલના ડબ્બાઓ મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનિય છે કે આરોપી સામે ફરિયાદ નોંધાતા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો છે.
મવડી પાળ રોડ સેલેનીયમ હાઈટસ 301 રામધણ ગૌશાળા પાસે રહેતા અને જૂનાગઢની કનૈયા મીની ઓઈલ મીલનું તેલ સપ્લાયરનો વેપાર કરતા પ્રદીપકુમાર છીત્તસ્વામી પાનસેરીયાએ કુવાડવા રોડ પોલીસમાં આજીડેમના માંડાડુંગર પાસે રહેતા ગુર્ણવત ભુપત મેર સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.2/11/25ના તેને અશ્વિન મોલીયા નામના વ્યકિતએ ફોન કરી સીંગતેલના 50 ડબ્બા મહિકાગામે તેની દુકાન રાજખોડલ જનરલ સ્ટોરમાં મોકલવાના હોવાની વાત કરી એક ડબ્બાની કિ.રૂૂ.2900 નકકી કરેલ જે પૈસા રૂૂબરૂૂ આપશે તેમ જણાવ્યું હતું.
જેથી વેપારીએ તેની ટેમ્પો ભરી ડ્રાઈવર હિમાંશુ સાંદેસરાને 50 ડબ્બા સાથે મોકલ્યો હતો.બાદ ડ્રાઈવર હિમાંશુને શખસે ફોન કરી જણાવ્યું કે તેલના ડબ્બા મહિકા ઉતારવાના નથી પરંતુ મારે કેટરર્સનું કામ રૂૂડા ટ્રાન્સપોર્ટનગર શિવમ રોડ લાઈન્સની સામે ખટારાના પાર્કીંગ પાસે નવાગામમાં મોકલવાના છે ત્યાં 30 ડબ્બા ઉતારી આપજો તેમ વાત કરેલ હોવાનું ડ્રાઈવરે તેઓને જણાવેલ હતું.જેથી 30 ડબ્બા નવાગામમાં ઉતારી 20 ડબ્બા આજીડેમ ચોકડી પાસે ઉતારવાના છે. ત્યાં ડીલીવરી બાદ પેમેન્ટ કરી આપશે તેમ જણાવેલ જેથી ડ્રાઈવર આજીડેમ ચોકડી પાસે પહોંચી જતા શખસે બેંકમાંથી પૈસા ઉપાડી તમને પેમેન્ટ આપી દેવાનું કહી ફોન બંધ કરી દીધો હતો.
જેથી મહિકા ગામમાં જઈ તપાસ કરતા આવી કોઈ દુકાન ન હોવાનું જાણવા મળેલ જેથી નવાગામમાં ડબ્બા ઉતાર્યા બાદ ત્યાંથી રીક્ષામાં ચડાવનાર શિવા માલીકીયાને પૂછતા આ તેલના ડબ્બા તેના મિત્ર ગુણવંત ભુપત મેર હોવાનું જાણવા મળેલ આમ આરોપી ગુણવંતે બીજાના નામે તેલના ડબ્બા મંગાવી લઈ રૂૂ.87 હજાર ન ચુકવી છેતરપીંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હાલ તેને પણ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ હેમંત ધરજીયા સહિતનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા આરોપીએ જણાવ્યું હતું કે તેના પુત્રની લગ્નની તારીખ નજીક હોય અને તેની સામે કેસ નોંધાતા પગલું ભર્યાનું હાલ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.આરોપી ગુણવંત જેની સામે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં છેતરપીંડી, દારૂૂ સહિતના 12 ગુનાઓ નોંધાઈ ચુકયા છે.
