એક બાજુ કર્મચારીઓ ન આપી ગ્રાન્ટેડ શાળાને ખોખલી કરવા અને બીજી બાજુ સંખ્યા તોડવા સરકારી શાળા શરૂ કરી, અંતે ખાનગી શાળાને ફાયદો કરાવવાની ચાલ કે શું ?
સમગ્ર રાજયમાં શિક્ષણનુ પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતા ખડે જતી હોય તેમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાંચવા લખવામાં પણ ફાંફા પડતા જોવા મળી રહ્યા છે અને શિક્ષકોની ઘટ કાયમી સતાવતી હોય તેવી અનેક શાળાઓ મરણપથારીએ કાર્ય કરતી જોવા મળી રહી છે.અમરેલી જિલ્લામાં પણ છ જેટલી નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરવામાં આવી. જેમા અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી અમરેલી અને વડિયામાં સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરવામાં આવી જે નવા સત્ર થી શરુ કરવામાં આવી છે.
આ ઘટનામાં જાણે શિક્ષણ વિભાગના તંત્ર માં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું તંત્ર શિક્ષણ વિભાગનું હોય તેમ જોવા મળી રહ્યું છે. વડિયામાં બે ગ્રાન્ટેડ શાળાઓ વર્ષો જૂની છે તેમાં ફી વિદ્યાર્થીનીઓ માટે શૂન્ય અને વિદ્યાર્થીઓ માટે નહિવત 100રૂૂપિયા થી ઓછી ફી લેવામાં આવે છે.હાલ સ્ટાફ ઘટ હોવાથી તે ખાનગી શાળાઓ સામે સંઘર્ષ કરી રહી છે પરંતુ વડિયાના સામાન્ય ફી માં ધોરણ 12 સુધીનું આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સુધીનું શિક્ષણ છે ત્યારે ગામમાં ગ્રાન્ટેડ શાળાનું સારુ શિક્ષણ છે.
જ્યાં કોઈ નવી શાળાની જરૂૂર જ નથી ત્યાં સરકારી શાળા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા દ્વારા માંગણી કરવાનું કારણ સ્થાનિકોને ગળે ઉતરતું નથી તો બીજી આ શાળા ને મંજૂરી આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હોય અને તેના રિપોર્ટ ના આધારે શાળાને મંજૂરી અપાતી હોય છે તો શું જિલ્લા શિક્ષણ અધિકારી ને ધ્યાને એ નહિ આવ્યુ હોય કે વડિયા અને આસપાસ ના બંને ગામમાં મળી કુલ ચાર ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે. અહી કોઈ સરકારી શાળાની જરૂૂરિયાત જ નથી કે પછી રાજકીય પ્રેસર થી અહેવાલ આપવામાં બનાવવા માં આવ્યો હોય તેવુ બની શકે.
આ પરથી શિક્ષણ વિભાગ નુ અંધેર તંત્ર પણ જોયા જાણ્યા વગર બે બે ગ્રાન્ટેડ શાળાઓ જ્યાં ચાલુ હોય ત્યાં કોઈ શિક્ષણ વ્યવસ્થાની ઘટ જ નથી ત્યાં સરકારી હાઈસ્કૂલ ને મંજૂરી આપવી એટલે જૂની જે ગ્રાન્ટેડ શાળા છે તેમાં સ્ટાફ ફાળવવો નહિ એટલે તેનું શિક્ષણ ખાડે જાય બીજી બાજુ સરકારી શાળા શરુ કરી તેની સંખ્યા તોડવી જેથી ગ્રાન્ટેડ શાળાના વર્ગ એકવાર ઘટ્યા બાદ ફરી મળે નહિ અને અંતે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થાય ત્યાર બાદ સ્ટાફ ઘટ ને કારણે સરકારી શાળાની પણ આજ હાલત થાય અને અંતે ખાનગી શાળાઓને ફાયદો થાય આ આખુ એક ષડયંત્ર જોવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે શું આવનાર ટૂંકાગાળામાં વડિયામાંથી ચૂંટાયેલા નેતાઓ પોતાની માતૃસંસ્થા ને બચાવવાં આવે આગળ આવે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે અન્યથા આવનાર ભવિષ્ય માં વડિયાના શિક્ષણ ને ખાડે નાખવાનું એક ષડયંત્ર સફળ થશે તેમાં બે મત નથી.
