બગસરાના સાપર-સુડાવડ રોડનું કામ 1 વર્ષથી ચાલુ હોવાથી જનઆક્રોશ રોડ ચક્કાજામ

બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બનવાનું ચાલુ છે પરંતુ હજુ સુધી આ કામ ફક્ત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી જેથી આજે…

બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બનવાનું ચાલુ છે પરંતુ હજુ સુધી આ કામ ફક્ત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી જેથી આજે જન આક્રોશ જોવા મળ્યો હતો. સાપર અને સુડાવડ ગામનું કાયમી હટાણું બગસરાનું હોવાથી ત્યાં થી આવતા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી આજે કંટાળીને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તત્કાલ રોડ બનાવવામાં આવે નહિ તો અમો આંદોલન કરીશું અને ભવિષ્યમાં આ આંદોલનને વધુ ઉગ્ર રૂૂપ આપીશું.

આ રોડ છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમય થી તંત્ર દ્વારા તોડી નાખેલ છે જેની હિસાબે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે જયારે આ ફક્ત 6 કિલોમીટર જેટલો જ છે જો તંત્ર ધારે તો ફક્ત એક દિવશમાં જ આ રસ્તો બની શકે પરંતુ તંત્ર દ્વારા જાણે લોકોને પરેશાન કરવાનો ઠેકો રાખ્યો હોઈ તેમ છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમયથી આ કામ ખોરંભે ચડેલુ છે. જયારે આ રોડ સાપર અને સુડાવડ જવાનો એક માત્ર રસ્તો છે અને ખેડૂતો ને વાડી એ જવાનો મુખ્ય માર્ગ છે.આ રોડ માટે સાપર ગામના સરપંચ દ્વારા અવાર નવાર રજુવાત કરેલ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ નહીં. જેથી આજે સાપર ગામના લોકો તેમજ બગસરાના શહેરના ખેડૂતો દ્વારા રોડ બંધ કરી ચક્કજામ કરી ત્યાર બાદમાં રામધૂન બોલાવી તંત્ર ઘોર નિદ્રા આવી ગયેલ છે તેને જગાડવા પ્રયત્ન લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને હજુ આ કામ ચાલુ કરવામાં નહિ આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી.

જયારે આ બાબતે સાપર ગામના સરપંચ ધનશુખભાઈ સીલુ પૂછતાં તેમણે જાણવ્યું કે અમોએ આ બાબતે અનેક વખત ધારાસભ્ય જેવી કાકડિયા તથા તંત્રને રજુવાત કરવામાં આવી પરંતુ ધારાસભ્ય જેવી કાકડીયા કે તંત્ર દ્વારા એક બે દિવશમાં કામ ચાલુ કરાવીશું પરંતુ હજુ સુધી કામ ચાલુ કરેલ નથી અને જો હજુ પણ આ કામ ચાલુ નહિ કરવામાં નહિ આવે તો અમો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *