વાંકાનેર સોસાયટીના વકીલે લગ્ન સમયે બનાવેલા દાગીના 22ને બદલે 18 કેરેટના નીકળ્યા

રાજકોટ શહેરના જામનગર રોડ પર મકાનની સોસાયટીમાં રહેતા એડવોકેટ સાથે કર્મકાંડનું કામ કરતા થાનગઢના દંપતીએ સોનાના ઘરેણા બનાવવાના બહાને 5.72 લાખના 22 કેરેટની બદલે 18…

રાજકોટ શહેરના જામનગર રોડ પર મકાનની સોસાયટીમાં રહેતા એડવોકેટ સાથે કર્મકાંડનું કામ કરતા થાનગઢના દંપતીએ સોનાના ઘરેણા બનાવવાના બહાને 5.72 લાખના 22 કેરેટની બદલે 18 કેરેટના દાગીના પધરાવી દેતા એડવોકેટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર વાંકાનેર કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા વકીલ મેઘરાજસિંહ મહાવીરસિંહ ચુડાસમા (ઉ.વ.34)ના લગ્ન સમયે લગ્ન કરાવનાર કર્મકાંડનું કામ કરતાં થાનગઢના શખ્સ અને તેના પત્નીએ ધ્રાંગધ્રાના સોની વેપારી સાથે મુલાકાત કરાવી ઘરેણા બનાવવાના બહાને રૂૂા.5.72 લાખની ઠગાઈ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ગાંધીગ્રામ પોલીસે આ મામલે મેઘરાજસિંહની ફરિયાદ પરથી જીતેન્દ્ર વાસુદેવભાઈ જોશી, તેના પત્ની મીનાબેન (રહે. બંને થાનગઢ) અને સોની વેપારી ગૌતમ ત્રિવેદી (રહે. ધ્રાંગધ્રા) સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, મેઘરાજસિંહના 2018માં લગ્ન સમયે તેણે લગ્નવીધી માટે આરોપી જીતેન્દ્રને રાખ્યા હતા. બાદમાં જીતેન્દ્ર અને તેના પત્નીએ ફોન કરી સસ્તામાં દાગીના બનાવવા માટે આરોપી ગૌતમનો સંપર્ક કરાવતાં તેણે પોતાના અને પત્નીના રર કેરેટના દાગીના બનાવવા 14.68 ગ્રામ જુનુ સોનું અને અલગ-અલગ સમયે રૂૂા.5.90 લાખ આપ્યા હતા.જે ઘરેણા લગ્ન વખતે આવ્યા હતા. ત્યારબાદ વર્ષ-2026 માં આ ગૌતમભાઈએ પોતાની સોનાની વીટી સુર્યના નંગવાળી આપેલ જે વીટી ફરિયાદીએ રાજકોટમાં સોની બજારમાં આવેલ કોમ્પ્યુટર ટચ લેબ નામની દુકાનમાં કરાવતા જે સોનાની વીટીં દોઢ તોલા (15 ગ્રામ) ની હોય તેના બદલે 05 ગ્રામ થયેલ હતી.

જેથી તેઓને ખબર પડેલ કે ગૌતમભાઈએ સોનાની વીટીમાં સોનું કાઢી લઈ ઓછા ગ્રામ વાળી વીટીં આપી હતી.ફરિયાદીએ લગ્ન વખતે બનાવેલા તમામ સોનાના ઘરેણા બતાવવા માટે ઘર નજીક બજરંગવાડી વિસ્તારમાં આવેલ ગાત્રાળ જવેલર્સ નામની દુકાને વેપારીને બતાવેલ તો તેઓ દ્વારા ખબર પડેલ કે તમામ ઘરેણામાં સોનું ઓગળતા 75% થી 80% જેટલુ જ સોનું નીકળે છે.જે 18 કેરેટ વાળુ સોનુ છે અને આ સોનાના ઘરેણા બનાવેલ છે તેમાં કોઈ હોલમાર્ક લગાવેલ નથી.

બાદમાં આ ગાત્રાળ જવેલર્સ દ્વારા વધુમાં જણાવેલ કે,આ ઘરેણાનું 22 કેરેટ લેખે 179 ગ્રામ સોનું મારે ગૌતમભાઈ ત્રિવેદી પાસેથી લેવાનું નીકળે છે.આમ તમામ ઘરેણા 22 કેરેટના બદલે 18 કેરેટવાળા બનાવી ભેળસેળનું સોનું આપ્યું હતું. આમ 179 ગ્રામ સોનુ જેની જે તે સમયે 5.72 લાખ ગણી શકાય તે કે રૂૂપીયા નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *