સોના ચાંદીમાં ફરી ભડકો, સોનું રૂા.5000, ચાંદી રૂા.21,000 વધી

ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતાના પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીના માર્કેેટમાં તેજી વૈશ્ર્વિક પરિસ્થિતિ તેમજ ઈરાન ઉપર અમેરિકા હુમલો કરી શકે છે તેવા સમાચારોના પગલે…

ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતાના પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીના માર્કેેટમાં તેજી

વૈશ્ર્વિક પરિસ્થિતિ તેમજ ઈરાન ઉપર અમેરિકા હુમલો કરી શકે છે તેવા સમાચારોના પગલે સોનુ અને ચાંદી આજે પણ ઉછળ્યું છે. ગઈકાલે સોનામાં મોટો વધારો થયા બાદ આજે પણ સોના અને ચાંદી બન્નેમાં જોરદાર તેજી જોવા મળી છે. જેના પગલે બન્ને ધાતુના ભાવ ફરી એક વખત ઐતિહાસીક ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યા છે. આજે સોનાની વાત કરીએ તો 5000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં 21,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

આજે માર્કેટ ખુલતાની સાથે જ એમસીએકસમાં સોનાનો ભાવ 1,72,000 અને ચાંદીનો ભાવ 3,77,000 જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ચાંદીમાં 1 લાખ રૂપિયાનો વધારો પ્રતિ કિલો એ નોંધાયો છે જ્યારે સોનામાં પણ પ્રતિ 100 ગ્રામે 1 લાખ રૂપિયા ઉપરનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જીઓ પોલીટીકલ પરિસ્થિતિને કારણે તેમજ સેન્ટ્રલ બેંકની નવી ખરીદીના પગલે સોના ચાંદીની માર્કેટમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. એમસીએકસ પર આજે સોનાનો વાયદો 1,71,489 ઉપર ખુલ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો 3,64,821 ખુલીને જોતજોતામાં 3,77,655ની નવી ટોચે પહોંચ્યો હતો. આજના દિવસની જ વાત કરીએ તો સોનામાં 5000 રૂપિયા અને ચાંદીમાં 21,000નો વધારો નોંધાયો છે. રાજકોટનાં માર્કેટની વાત કરીએ તો સોનાનો હાજર ભાવ 1,70,000 પર પહોંચ્યો છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં ચાંદી 3,81,410ના ભાવ પર પહોંચી છે. જ્યારે ચાંદી ચોરસા 3,78,210 પર જોવા મળી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 5063 ડોલર સુધી પહોંચ્યું છે. એટલે કે માત્ર 48 કલાકમાં 242 ડોલરનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 115.50 ડોલરનો ભાવ જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ચાંદી 48 ડોલરથી 115 ડોલર સુધી પહોંચી છે.

સેન્સેકસ 500 થી વધુ અંક ઉછળ્યો
ભારત-યુરોપીયન યુનિયન વચ્ચે ડીલ બાદ આજે શેરબજારમાં રોનક જોવા મળી હતી અને સેન્સેકસ બપોરે 3.20 કલાકે 500 પોઈન્ટ વધી 82357, નિફટી 174 અંક વધી 25348ના સ્તરે ટ્રેડ કરતાં જોવા મળ્યા હતાં. આજે સવારથી જ શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું અને બપોરે બંધ પણ ગ્રીન ઝોનમાં જ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *