સેક્રેટરી વેકરિયાનો મુદ્દો પૂરો થતા સમરસ અને આરબીએ પેનલ જ્ઞાતિના સમીકરણો વચ્ચે અટવાઇ; જુદા-જુદા સમાજના વકીલોની મીટિંગોનો ધમધમાટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બરના રોજ યોજનાર છે ત્યારે બંને પેનલો સમરસ અને આરબીએ વચ્ચે સીધો મેદાન એ જંગ જામ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર ઉપરાંત સોશિયલ મીડિયા અને અલગ અલગ જ્ઞાતિ સમુદાયના વકીલોની મીટીંગોનો ધમધમાટ જામ્યો છે. આગામી બાર એસોસિએશનની ચૂંટણીમાં બંને પેનલો દ્વારા હજુ સુધી રાજકોટ બાર એસોસિએશન, હાઇકોર્ટ બેન્ચ કે વકીલોના ઉત્થાનના મુદ્દાઓ વિસરાયા છે અને કોઈપણ જાતના મુખ્ય મુદ્દાઓ સિવાય જ્ઞાતિના સમીકરણોને અગ્રતા આપીને બંને પેનલો વચ્ચે પ્રચાર ઝુંબેશ ચાલી રહ્યો રહી છે.
ચાલુ વર્ષે સેક્રેટરી પડે રાજીનામું આપના સંદીપ વેકરીયાના મુદ્દે બંને પેનલો વચ્ચે ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવાયો પરંતુ છેલ્લા છેલ્લે હાઇકોર્ટે આ મેટરમાં ત્રણ અઠવાડિયાની લાંબી મુદત નાખી દેતા આ મુદ્દો ધીમો પડી ગયો છે અને બંને પેનલના ઉમેદવારો દ્વારા જ્ઞાતિના સમીકરણને મહત્વ અપાય રહ્યું છે સમરસ પેનલમાંથી પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુ અને આરબીએ પેનલમાંથી સુમિત વોરા મેદાનમાં છે બંને પટેલ સમાજમાંથી આવે છે તેથી ખાસ કરીને પાટીદાર વકીલોના મતો બંને ઉમેદવારો માટે નિર્ણાયક બનશે.
બાર એસોસિએશનની ફાઇનલ યાદી મુજબ કુલ 16 હોદાઓ માટે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે 19મી એ ચૂંટણી યોજનાર છે જેમાં સવારના 09:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવશે બપોરના ત્રણ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂૂ થશે અને ત્યારબાદ લગભગ રાત્રીના 12 વાગ્યા આસપાસ પરિણામ જાહેર થશે. ખાસ કરીને બંને પેનલોના ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે પૂરેપૂરી પેનલ ચૂંટાઈ આવે છે કે પેનલમાં ગાબડા પડશે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે કારણ કે જ્ઞાતિવાદ ઉપરાંત પસંદગીના વકિલો અંગત સંબંધો મુજબ ગ્રુપવાઈઝ વોટીંગ પણ થશે જેના કારણે બને પેનલોમાં ગાબડા પડવાની સંભાવના છે ખાસ કરીને પ્રમુખ પદ માટે જબરો જંગ મંડાયો છે સમરસ પેનલના સુરેશ ફળદુને ભાજપ લીગલ સેલ ઉપરાંત સિનિયર-જુનિયર વકીલોનો ટેકો મળી રહ્યો છે તો બીજી તરફ સુમિત વોરાને તેમના પ્રબળ ટેકેદાર દિલીપભાઈ પટેલનો ટેકો મનાઈ છે. દિલીપભાઈ હાલમાં બીસીસીઆઈના કો-ચેરમેન છે અને તાજેતરમાં નેશનલ લીગલ સેમિનાર કરીને તેમણે તેમની તાકાતનો પરિચય આપ્યો છે. પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરા વર્તમાન બાર એસોસિએશનના ઉપપ્રમુખ છે અને પ્રમુખ પરેશ મારું સહિતના હોદ્દેદારોનો તેમને ટેકો મળી રહ્યો છે.
બાર એસોસિએશનની છેલ્લી કેટલીક ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રબળ દાવેદાર મનાતા સિનિયર વકીલો પણ પરાજિત થયા છે ત્યારે હવે બાર એસોસિએશનની આગામી ચૂંટણીમાં બંને પેનલોના પ્રમુખ પદના ઉમેદવારોને જીતાડવા જોરશોરથી પ્રચાર કાર્ય થઈ રહ્યું છે.
આહીર અને કડિયા સમાજના વકીલો સાથે આરબીએ પેનલે યોજી મીટિંગ
આર બી એ પેનલના સમર્થનમાં આહિર અને કડિયા સમાજના વકીલોની મીટીંગ મળી ગઈ જેમાં પ્રમુખ પદન જાગૃત અને વકીલ સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટર નિલેશ પટેલ, જો.સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, ટેઝર પ્રગતિ માકડીયા , કારોબારી સભ્યો સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગ પંડયા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, સાગઠીયા હસમુખ, સાંકરીયા કલ્પેશ નિશા લુણાગરીયા, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાઘ્યાયને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.આહિર સમાજના આગેવાનો રાજેશ જલુ, જગદીશ કુવાડીયા, કમલેશ કોઠીવાલ, હિતેશ વીરડા, હરેશ લાવડીયા, ઘનશ્યામ વાંક, અનિરૂૂધ્ધભાઈ મીયાત્રા સહિતના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કડીયા જ્ઞાતીના મીટીંગમાં નીચે “આપા ગીગા”ના ઘોષ આક્રમકતાથી
સમરસ પેનલના કાર્યાલય ખાતે બ્રહ્મસમાજના વકીલોની બેઠક મળી
બાર એશોસીએશનની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લીગલ સેલ પ્રેરીત પેનલના સમર્થનમાં વિવીધ સમાજ અને વિવીધ ક્ષેત્રે કાર્યરત સમરસ પેનલના પ્રમુખ પદે સુરેશભાઈ ફળદુ, ઉપપ્રમુખ પદે સિવ્યરાજસિંહ જાડેજા, સેક્રેટરલ મેહુલભાઈ મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપભાઈ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગરભાઈ હપાણી, કારોબારી સભ્ય માટે અરૂૂણાબેન(અલ્કાબેન) પંડયા, મીતાબેન રાવ, હીરલબેન જોષી કારોબારી સભ્ય પદના ઉમેદવારો અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણાને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલય સ્થિત વિરાણી હાઈસ્કુલ ખાતે બ્રહ્મ સમાજના વકીલોનુ સંમેલન યોજાયુ હતુ, જેમા 250 થી પણ વધુ વકીલો હાજર રહ્યા હતા, અને સમરસ ઠાકર, પી. સી. વ્યાસ, અજયભાઈ જોષી, ધીમંતભાઈ જોષી, નલીનભાઈ શુકલ, વિગેરે સહીતના આગેવનો ઉપસ્થીત રહ્યા હતા. સમરસ પેનલને ખુલ્લો ટેકો જાહેર કરી સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવાના આર્શીવચન પાઠવ્યા હતા. પાટીદાર વકીલોનુ સંમેલન યોજાયુ હતુ, જેમા 400 થી પણ વધુ પાટીદાર વકીલો ઉપસ્થીત રહયા હતા, મા ખોડલ તથા મા ઉમીયા ના નાદ સાથે તમામ પાટીદાર વકીલો સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવે તેવી અપીલ સમાજના આગેવાનો ધ્વારા કરવામા આવી હતી.
